સુરત: સુરતમાં એકબીજાને પામી ન શકવાના લીધે પરીણિત પ્રેમીપંખીડાએ તાપી નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધાનો કિસ્સો બહાર આવ્યો છે. પ્રેમીનો મૃતદેહ સુરતના અડાજણમાંથી મળ્યો આવ્યો હતો અને પ્રેમિકાનો મૃતદેહ પાંચ દિવસ બાદ મળ્યો હતો.
Decision News એ મેળવેલી જાણકારી પ્રમાણે પરવત પાટિયાથી ભાગીને મગદલ્લા બ્રિજ પરથી ઝંપલાવ્યું હતું. લગ્ન બાદ પણ પ્રેમી પંખીડા પ્રેમને ભૂલી શક્યા ન હતા. પાટિયાથી ભાગીને તેઓએ ઓએનજીસી મગદલ્લા બ્રિજ પરથી ઝંપલાવ્યું હતું. આત્મહત્યા કરનારો યુવક રાકેશ મજૂરીકામ કરીને કુટુંબનું ગુજરાન ચલાવતો હતો. રાકેશને લગ્ન પહેલા વિલાસ સંજય વાઘેલા સાથે પ્રેમ હતો. પ્રેમિકાએ અન્યત્ર લગ્ન કરી લેતા રાકેશ પણ પરણી ગયો હતો. લગ્નના દોઢેક વર્ષ બાદ રાકેશ અને તેની પ્રેમિકા ફરીથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. લગ્ન બાદ રાકેશ અને વિલાસ બંને તેમના પ્રેમને ભૂલી શક્યા ન હતા.
આમ તેમનો પ્રેમ લગ્ન પછી પણ સંપર્ક થતાં પરવાન ચઢ્યો હતો. પણ તેમને લાગ્યું કે તેઓ ફરીથી એક નહીં થઈ શકે તેના લીધે તેઓએ આત્મહત્યા કરી હતી. ભાગેલા પ્રેમીપંખીડામાં પ્રેમીનો મૃતદેહ ચોથા દિવસે સુરતના અડાજણમાંથી મળ્યો હતો.