ધરમપુર: ગતરોજ ધરમપુર ડેપો થી મોરખલ, દાબખલ સુધી અગાઉ જે પાસ કાઢી આપતાં હતા તે બંધ કરી દેતા આશરે 500 કર્મચારીઓ ને તખલીફ પડતી હોઈ જે ફરી ચાલુ કરવા માટે ધરમપુર ડેપો મેનેજરને રજુઆત કરવામાં આવી હતી.

Decision News ને મળેલી જાણકારી મુજબ ધરમપુર ખાતેથી આશરે 500 થી વધારે કર્મચારીઓ સેલવાસ ખાતે કંપનીમાં પોતાની નોકરી અર્થે જતા કર્મચારીઓ હાલે ગુજરાત સુધી પાસ ચાલે છે અને ત્યાંથી આગળ જવું હોય તો ટિકિટ લઈને જવું એ કેટલું યોગ્ય કારણ કે છેલ્લા 15 વર્ષથી ગુજરાત થી સેલવાસ સુધી પાસ ચાલતા આવેલ છે અને હાલ એ બંધ કરી દેવાતા કર્મચારીઓને માથે વધારાનો ચાર્જ ચૂકવવાનો વારો આવતો હોય છે. આજ રોજ તારીખ 14/12/2024 ના દિને વલસાડ ડેપોથી વલસાડ થી મોરખલ સુધી પાસ કાઢી આપવામાં આવેલ છે તો ધરમપુર ડેપોમાંથી કાઢી આપવામાં શું તકલીફ છે અને આજ તકલીફ વિદ્યાર્થીઓના પાસમાં પણ કરવામાં આવ્યું છે એ કેટલું યોગ્ય જેથી તાત્કાલિક ધરમપુર ડેપોથી મોરખલ, ધપાડા સુધી પાસ ન કાઢી આપવામાં આવ્યા તો આ તમામ કર્મચારીઓ સાથે આગામી દિવસોમાં બસ રોકાણ આંદોલન કરવાની ફરજ પડશે ની રજુઆત કર્મચારીઓ સાથે ધરમપુર ડેપો મેનેજરને કરવામાં આવી હતી.

કલ્પેશ પટેલ અને તેમની ટીમની આ આક્રમક રજૂઆતને પગલે ડેપો વ્યવસ્થાપન દ્વારા તાત્કાલિક પગલાં ભરાતા માંગણીને સંતોષતા બસના રૂટ ચાલુ કરવાની કામગીરી અને બસ પાસ કાઢી આપતાં કરી મુસાફરોમાં અને વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી પ્રસરી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here