નર્મદા: સરકાર સ્ત્રી શશક્તિકરન માટે પ્રયાસો કરી રહી છે. સ્ત્રી દરેક ક્ષેત્રે પુરુષ સમાન બને એ માટે યોજનાઓ લાવી રહી છે. પરંતુ કેટલિક સ્ત્રીઓ એનો અવળો અર્થ કાઢતી હોય તેમ ગુનાખોરીમાં પણ પુરુષોની હરીફાઈ કરતી હોય છે. નર્મદાની સાગબારા પોલીસે 69 હજાર કરતા વધુના ગેરકાયદેસર ઈંગ્લીશ દારૂના જથ્થા અને હુંડાઈ કાર સાથે એક મહિલા બુટલેગર ઝડપી પાડી છે.
પોલીસે રિલીઝ કરેલી પ્રેસનોટ મુજબ સાગબારાની ધનસેરા ચેકપોસ્ટ ઉપર પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન પોલીસે વએક લાલ કલરની hyundai i20 કાર કે જેનો નંબર GJ-06 DQ-2146 ને અટકાવી તપાસ કરતા કારમાં પાસ પરમીટ વગરનું ભારતીય બનાવટનું ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાનું માલુમ પડ્યું હતું ત્યારે પોલીસે આઈ તવેન્ટી કાર અને દારૂના મુદ્દા માલ સહિત આરોપી લીલાબેન ઉર્ફે આશાબેન જીગ્નેશ પરસોતમ ઢીમ્મર રહેવાથી અંકલેશ્વર ગળખોલ પાટીયાને ઝડપી લઇ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.
આરોપી મહિલા સામે તાપી જિલ્લામાં પણ પ્રોહિબિશન અંગેનું એક ગુનો નોંધાયો છે તેવું પોલીસ તરફથી જાણવા મળે છે પરંતુ એ જાણકારી હજી નથી મળી રહી કે આ કાર આ મહિલા હંકારી રહી હતી કે તેની સાથે કોઈ પુરુષ પણ હતો કે જે ભાગી છૂટ્યો હતો. આ પ્રકારનો કોઈ ખુલાસો પોલીસ તરફથી રિલીઝ કરવામાં આવેલી પ્રેસનોટમાં આપવામાં આવ્યો નથી અને સાગબારા પોલીસ મથકનો લેન્ડલાઈન ફોન પણ કાર્યરત નથી જેથી અમને આ અંગેની વધુ જાણકારી મળેલ નથી..