વાંસદા: જે પી પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ N.S.S શિબિરનું આયોજન વાંસદા તાલુકાના અંકલાસ ગામમાં આવેલ કન્યા વિદ્યાલયમાં થયું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને ગામના અગ્રણી આગેવાનોએ રસપૂર્વક ભાગ લીધો હતો.
Decision news ને મળેલી માહિતી મુજબ આ ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે શ્રી જયપ્રકાશ દેસાઈ, પૂર્વ આચાર્ય બેન શ્રી, કોલેજના પ્રિન્સિપલ બહેન શ્રી તથા કન્યા વિદ્યાલય અંકલાસના ટ્રસ્ટીસે મણીલાલ ગાંવિત સાહેબ, તાલુકા પંચાયતના માજી પ્રમુખશ્રી શાંતુભાઇ ગાવીત, તાલુકા પંચાયતના માજી ઉપપ્રમુખ દશરથભાઈ ભોયા અને વાંસદા તાલુકા પંચાયત શાસક પક્ષના નેતા બીપીન માહલા, અંકલાસ ગામના સરપંચ શ્રીમતી સુમિતાબેન ગાવિત એ હાજરી આપી હતી.
મણિલાલભાઈએ કહ્યું કે આપણે દરેક પ્રવૃત્તિ કરવી જોઈએ જેથી સમાજમાં આપણને રહીને કહેણી ખબર પડે અને આગળ વધવા માટે ખૂબ જીવનમાં ખૂબ ઉપયોગી બનશે. બીપીન માહલા એ કહ્યું કે જીવનમાં આપણે ભણીએ છીએ અને ખાસ કરીને ગ્રુપ ડિસ્કશન અને જનરલ નોલેજ પર આપણે ખૂબ ભાર આપવો જોઈએ જેથી તમને બે વર્ષ પછી સરકારી પરીક્ષા આપવા માટે ખૂબ ઉપયોગી બનશે. દશરથભાઈએ કહ્યું કે આજે N.S.S કેમ્પમાં અમારા વિસ્તારના ભૌગોલિક પરિસ્થિતિ રેહની કહાની શિક્ષણ વિશે તમને ખૂબ જાગૃતિ મળશે. શાંતુભાઈએ કહ્યું કે અમારા વિસ્તારમાં ખૂબ સિકલસેલ રોગ ખૂબ પ્રખ્યાત છે પણ કોઈ ગામડાના ભાઈઓ બહેનો કહેતા નથી એ વિશે પણ તમે જાણકારી આપવામાં આવી હતી. આ પ્રોગ્રામમાં પધારેલા ગામના આગેવાનો જેસીંગભાઇ ગાયકવાડ, મનોજભાઈ ચોરીયા, ધીરુભાઈ ચૌધરી, તથા અન્ય આગેવાનો પધાર્યા હતા.