નેત્રંગ: નેત્રંગમાં આદિવાસી વિસ્તારના છેવાડાના ગામ કદવાલી તુંડી ગામે ગામના એક આદિવાસી યુવાનને ઘરે ચા બનાવવા માટે ગામમાં જ એક મારવાડીની દુકાનને લેવા જતા 130 રૂપિયાની એમઆરપી વાળી ચાના 140 રૂપિયા દુકાનદારે લેતા જે બાબતની રજૂઆત કરતા દુકાનદાર અને તેની પત્નીએ આ યુવાન સાથે ગાળાગાળી કરી મારામારી પર ઉતારી આવ્યાની બનાવ સામે આવ્યો છે.
Decision news ને મળેલી જાણકારી મુજબ રાજસ્થાનથી આવી સુરેશ ગુર્જર નામનો મારવાડી દુકાનદાર કદવાલી તુંડી ગામે રામદાસ વસાવાની જમીનમાં અનાજ કરીયાણાની દુકાન ચલાવે છે તેણે ગામના જ ચા લેવા ગયેલા યુવાન મહેશ રામાભાઈ વસાવા દાદાગીરી કર્યાનું સામે આવ્યું છે જ્યારે મહેશ રામાભાઈ વસાવા ચા લેવા ગયો હતો ત્યારે દુકાનદારે જીવરાજ 9 નંબરની 250 ગ્રામનું 130 રૂપિયાની એમઆરપી વાળા પેકેટના 140 રૂપિયા લેતા આદિવાસી યુવાને વધારે ભાવ કેમ લો છો એમ કહેતા દુકાનદાર સુરેશ ગુર્જર અને તેની પત્નીએ તુમાખીથી વાત કરી ઝઘડો કર્યો હતો. તારે લેવી હોય તો લે નહિતર જતો રહે, 145 રૂપિયા જ થશે અને યુવાન સાથે ગાળાગાળી કરી મારવાની પણ કોશિશ કરી હતી.
દુકાનદારની દાદાગીરી સામે ગામ લોકોએ પોલીસ સાથે રાખીને જનતા રેડ કરતા જેમાં અનાજ કરીયાણાની દુકાનની આડમાં ગેરકાયદેસર દેશી દારૂ બનાવવામાં વપરાતો 37 કિલો મહુડો, 3 કિલો નવસાર અને 100 કિલો ગોળ કુલ મળીને 3700 નો મુદ્દામાલ મળી આવ્યો હતો .આથી નેત્રંગ પોલીસે પ્રોહીબિશનનો ગુનો નોંધી સુરેશ ગુર્જરની ધરપકડ કરી હતી.
આદિવાસી વિસ્તારોમાં ગ્રામ્ય વિસ્તારોમાં દરેક ગામડે મારવાડી દુકાનદારો ધંધો કરવા આવેલા છે. આ દુકાનદારો લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે . ખાવાની વસ્તુ ડુપ્લીકેટ તેમજ એક્ષપાયરી ડેટ વળી વેચાણ કરતા હોય છે. ઘણીવાર આ બનાવો સામે આવ્યા છે.. પણ રામ જાણે તંત્ર પગલાં કેમ નથી ભરતું ?