વાંસદા: વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં લીમઝર ખાતે તોડી પાડવામાં આવેલી વર્ગશાળાનાં બાળકો માટે નવી શાળા છેલ્લા 3 વર્ષથી બનાવી નહીં આપતા ત્યાંના વિદ્યાર્થીઓ દરરોજ આશરે 3 કિ.મી. દૂર આવેલી વર્ગશાળા સુધી પદયાત્રા કરીને જાય છે.
Decision news ને મળેલી વિગતો પ્રમાણે વિદ્યાર્થીઓ જોડે વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ અને ગામના આગેવાનો તેમજ જિ. પંચાયતના સભ્ય ચંપાબેન તાલુકા પંચાયતના સદસ્ય હસમુખભાઈકેશવજીભાઈ સાથે અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે નીકળ્યા હતાં.
અનંત પટેલે જણાવ્યું હતું કે, વર્ગશાળાના બાળકો છેલ્લા 3 વર્ષથી જે શાળા તોડી પડાઈ હતી એ શાળાને છોડીને 42 જેટલા 1 થી 5 ધોરણનાં બાળકોની શાળા બને અને જે નાના બાળકોને અન્યાય થાય છે તેઓને ન્યાય મેળવવા માટે ન્યાય યાત્રા યોજવામાં આવી છે. જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી આવા આંદોલનો કરતા રહીશું.