માંડવી: માંડવી ઘણો મોટો વિસ્તાર છે હાલમાં ગુજરાત સરકાર દ્વારા આધાર કાર્ડને કેવાયસી કરવા માટેની જે કામગીરી હાથ ધરવામાં આવી છે જેના અંતર્ગત ગામડાના વિસ્તારના લોકો તેમજ તાલુકા લખતા વિસ્તારના લોકો પોતાના તાલુકા ખાતે જઈને આધાર કાર્ડ કેવાયસી કરાવતા હોય છે.

Decision news ને મળેલી માહિતી મુજબ માંડવી તાલુકામાં કેવાયસી કરવા માટે લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડતો હોય છે જણાવ્યા અનુસાર કાલ રોજ મામલતદાર કચેરી ખાતે કેવાયસી કરવા જતા લોકો પોતાનો સમય કાઢતા હોય છે અને ખેતી કામના સમયે પણ પોતાનો સમય કાલે જ્યારે કેવાયસી કરવા જતા હોય અને તેમનું કેવાયસી ના થતું હોય તો તેમને હાલમાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.

મામલતદાર કચેરી ખાતે આ સમગ્ર બાબત વિશે પૂછવામાં આવ્યું તો જણાવવામાં આવ્યું કે કેવાયસી માટેના સુવિધાઓ મર્યાદિત છે અને જેટલું જલ્દી થાય એટલો અમે પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ જ્યારે ખાતર માટે ટોકન પદ્ધતિનો ઉપયોગ કરી કાર્યોને સરળ કરવા માટે જે પદ્ધતિ વપરાવવામાં આવે છે જેમાં પણ હાલમાં લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here