ધરમપુર: લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ, ખોબા, ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત અને રોટરી ક્લબના સહયોગથી આરોગ્યલક્ષી સેવાઓના વિકાસ માટે એક નવી પહેલ હાથ ધરવામાં આવી છે. આ પહેલ હેઠળ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC), હજીરાએ CSR પોતાના સામાજિક જવાબદારી કાર્યક્રમના ભાગરૂપે એમ્બ્યુલન્સ પ્રદાન કરી છે.
Decision Newsને મળેલી જાણકારી મુજબ આ એમ્બ્યુલન્સ આધુનિક સુવિધાઓથી સજ્જ છે અને તેને ખાસ કરીને મેડિકલ કેમ્પમાંથી રિફર તેમજ ઇમરજન્સી દર્દીઓને ત્વરિત સારવાર આપવા અને સમયસર હોસ્પિટલ પહોંચાડવા માટે ઉપયોગમાં લેવાશે. આ સેવા ધરમપુર-કપરાડા તાલુકાના અંતરીયાળ ગ્રામિણ વિસ્તારોમાં આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ માટે ઉપલબ્ધ રહેશે.
એમ્બ્યુલન્સ વિતરણ કાર્યક્રમ દરમિયાન ONGCના વરિષ્ઠ અધિકારીઓ, લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રયાસથી આરોગ્યલક્ષી સેવાઓને વધુ પ્રભાવશાળી બનાવવા માટે સહકાર અને સમર્પણનું સુંદર ઉદાહરણ રજૂ થયું છે.