દુ:ખદ અકસ્માત: એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે બાળકોને લઇ રાજસ્થાનના પ્રવાસે નીકળેલી બસ અચાનક બેકાબુ થઇ જતા પાલીમાં દેસૂરીના નાળા નજીક પંજાબ જતા વળાંક પાસે પલટી મારી જતાં તેમાં સવાર ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ થઇ ગયા છે

આ બસમાં રાછેટી ગ્રામ પંચાયતની માનકદેહ સ્કૂલના વિધાર્થીઓ સવાર હતા. જોકે દુર્ઘટનાનું સાચુ કારણ હજી જાણી શકાયું નથી. બસ પલટતાં જ બાળકોએ ચીસાચીસ મચાવી હતી. સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવી બચાવકાર્યમાં જોડાઈ ગયા હતા.

બાળકો સ્કૂલ પ્રવાસમાં પરશુરામ મહાદેવ જઇ રહ્યા હતા. આ ઘટનાની જાણકારી મળતાં જ રાજસમંદના એસપી અને કલેક્ટર પણ ઘાયલ બાળકોના ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચી ગયા અને તેમના સ્વાસ્થ્ય વિશે જાણકારી મેળવી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here