ખેરગામ: 9 ભાષાઓના જાણકાર અને 64 વિષયોના તજજ્ઞ અને અનેક ડિગ્રીધારક તેમજ કોલંબીયા યુનિવર્સીટીમા જેમની પ્રતિમા મુકવામાં આવી છે એવા ડો.ભીમરાવ આંબેડકરજીની પુણ્યતિથિ નિમિત્તે ખેરગામના યુવાનો દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમા ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે આજના જમાનામાં માણસ અન્યાય સામે લડતાં લડતાં થોડા વિરોધીઓ પેદા થાય તો એલોકોની સામે ઘૂંટણીયા ટેકવી દેતા હોય છે અને પોતાને નિસહાય અનુભવતા હોય છે અને હિંમત હારી જતાં હોય છે ત્યારે એવા લોકોએ આ મહામાનવને યાદ કરી લેવા જોઈએ કે જે વર્ષો જુની કુરિતિઓ સામે ડર્યા વગર ઝઝુંમ્યા અને અનેક બદલાવ લાવ્યા તો અન્યાય વિરુદ્ધની લડાઈમાં આપણે શું કામ ડરવું જોઈએ ? આજના યુવાનોને અમે સંદેશો આપવા માંગ્યે છીએ કે બાબાસાહેબ આંબેડકરના બતાવેલા રસ્તાઓ પર ચાલો અને અન્યાય વિરુદ્ધ વટભેર લડો.ઇતિહાસ હંમેશા સત્ય માટે લડનાર લોકોનો જ લખાયો છે,તળિયા ચાટનારાઓનો નહી.
આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં વિજયભાઈ કટારકાર,કીર્તિભાઇ પટેલ,મુકેશભાઈ પટેલ,અમૃતભાઈ પટેલ, નિતેશભાઈ પટેલ, કાર્તિક, કમલ,ડો. કૃણાલ, ડો.નિરવ, ડો.અમિત દળવી, ભાવેશ, ભાવિન, કેતન,ભુલાભાઇ, દલપતભાઈ, ઉમેશભાઈ, રાહુલ ડેની, પથિક, મયુર, શીલાબેન, નિતા, જાગૃતિબેન, અમિષા, શીતલ, શાંતાબેન, આયુષી, વિભૂતિ, તેજલ, ભાવિકા, જીગર, સવિતાબેન, પ્રિયંકા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતાં.