ઝઘડિયા: ગુજરાતમાં ૨૦૦૫ અધિનિયમ કાયદા મુજબ 3 બાળકો હોય એવી વ્યક્તિ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત,જિલ્લા પંચાયત તથા નગર પાલિકાના ચૂંટણી લડી શકે નહિ તેવા કાયદો હાલમાં લાગું છે તે તાત્કાલિક રદ કરવા માટે મહેશભાઇ વસાવા દ્વારા પત્ર લખવામાં આવ્યો
ગુજરાતમાં ચૂંટણી લડવા માટે 2005 ચુંટણી અધિનિયમ મુજબ 3 બાળકો હોય એવી વ્યક્તિ ચુંટણી લડી શકે નહિ એવો કાયદો લાગુ છે. એ સંદર્ભે ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશભાઇ છોટુભાઈ વસાવાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (R.S.S) વડા મોહન ભાગવતજીએ દેશના હિન્દુ પરિવારોમાં 3 બાળકો હોવા જોઈએ તે બાબતે ચિન્તા દર્શાવી છે. તેવા ઉલ્લેખ સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે અને તેમાં જણાવાયું છે કે ગુજરાતમાં વસતા તમામ વર્ગના લોકોને સંવિધાન પ્રમાણે લોકશાહીનો અધીકાર મળી શકે એ માટે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તથા નગરપાલિકા જેવી ચૂંટણીઓમાં 3 બાળકો ધરાવતા હોય તેવી વ્યક્તિઓ પણ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત,જિલ્લા પંચાયત તથા નગર પાલિકા જેવી ચૂંટણીઓમાં ઉમેદવારી કરી ચૂંટણી લડી શકે તે માટે ગુજરાત રાજ્યમાંથી 2005 ચુંટણી અધિનિયમ 3 બાળકો વાળો કાયદો તાત્કાલીક રદ કરવામા આવે એવી માંગણી કરવામાં આવી છે.
પત્રમાં આગળ જણાવ્યું છે કે આર્થિક બાબતોને પહોંચી વળવા માટે પ્લાનીગ શિક્ષણ સાથે (1થી 12 સુધી હોસ્ટેલ, સ્કૂલ હાઇસ્કુલના વિદ્યાર્થીઓ માટે ફ્રિ શિક્ષણ આપવું જોઈએ તેમજ કોલજથી ગ્રેજુએટ સુધી S.C / S.T ને 25 % અને જનરલ વર્ગને 50 % સુધી ફી માફી આપવી જોઈએ તેમજ આરોગ્ય, રોજગારી તથા ખેતીમાં સિંચાઈની-વીજળી માટે રાહત દરે તેમજ આર્થિક ધારા ધોરણ મુજબની સ્થિતિને ધ્યાનમાં રાખી ત્રણ બાળકોનો કાયદો રદ કરવા માટે આવી સ્કીમોને અમલમાં લાવવી જોઈએ તેવી ભલામણ કરી છે. આગળ જણાવ્યું છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મોહન ભાગવતજીના 3 બાળકોનો ઉદેશ્ય છે. એ હેતુને આવી રીતે પાર પાડી શકાઈ એમ છે. જેથી 3 બાળકોનો કાયદો રદ કરવામાં આવે એવી ગુજરાત સરકારને ભલામણ કરવામાં આવી છે