બગવાડા: ગતરોજ બગવાડા ટોલનાકા ખાતે સ્થાનિકોને ટોલ ટેક્સ માં રાહત આપવા સંદર્ભે લોકસભા દંડક વલસાડ-ડાંગ ના સાંસદ ધવલભાઈ પટેલ સહિતના બનેલાપ્રતીનિધી. મંડળે કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીને મળી વધેલા ટોલ ટેકસ મુદ્દે રજૂઆત કરી હતી.

Decision News ને મળેલી જાણકારી મુજબ આ સદ્રભે મંત્રીએ સકારાત્મક અભિગમ અપનાવી ઘટતું કરવાનું આશ્વાસન આપ્યું હતું. વલસાડ વાપી વચ્ચે આવેલા બગવાડા ટોલનાકા ખાતે વિશેષ કરીને સ્થાનિક લોકોને પડી રહેલી અગવડતા સંદર્ભે લોકસભા ના દંડક અને વલસાડ-ડાંગ ના સાંસદ ધવલભાઇ પટેલને થોડા દિવસ અગાઉ સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે સાંસદ ઉપરાત વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારાની આગેવાની હેઠળ પ્રતિનિધિ મંડળ કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરીને દિલ્હી સ્થિત એમની કચેરીએ રૂબરૂ મુલાકાત કરી રજૂઆત કરવામાં આવી હતી

જે સંદર્ભે કેન્દ્રીય મંત્રીશ્રી દ્વારા સકારાત્મક અભિગમ દાખવી આ પ્રશ્ને નિકાલ લાવવાની ખાતરી આપી હતી.આ તબક્કે ડાંગ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કિશોરભાઈ ગાંવીત, ડાંગ જિલ્લા ભાજપના મહામંત્રી હરિરામભાઈ સાવંત, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ હાજર રહ્યા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here