કપરાડા: ગતરોજ સમગ્ર શિક્ષા વલસાડ માર્ગદર્શિત, બીઆરસી ભવન કપરાડા અંતર્ગત બીઆરસી ભવન આઈડી યુનિટ અને વોકેશનલ યુનિટ દ્વારા બ્લોક રિસોર્ટ સેન્ટર કપરાડા ખાતે વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ સૌપ્રથમ તાલુકામાંથી અલગ અલગ શાળામાંથી આવેલા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા દિવ્યાંગ બાળકો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન બાળકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો તથા તેમની સાથે આવેલા વાલીશ્રીઓ પણ લાગણી સભર જોડાયા હતા. બપોરે વાલીશ્રીઓ, બાળકોને પ્રિતિભોજન આપવામાં આવ્યું હતું. ભોજન બાદ ભાગ લેનાર તમામને શૈક્ષણિક કીટ અને શ્રેષ્ઠ રહેલા બાળકોને પ્રોત્સાહિત કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત કાર્યક્રમમાં કપરાડા તાલુકાના બીઆરસી કો.ઓર્ડીનેટર શ્રી સંજયભાઈ બી. બકવાણા ઉદબોધન કર્યું હતું બાળકોને વાલીશ્રીઓને આઈ.ઈ.ડી. વિભાગની વિવિધ યોજની માહિતી આપી હતી. તથા ફીજીયોથેરાપીસ્ટ ડૉ. મેહુલભાઈ પટેલે દિવ્યાંગ બાળકોનું બોડી ચેકઅપ કરી યોગ્ય સલાહ સૂચન કર્યું હતું.