ઝઘડીયા: ભરૂચ જિલ્લાના ઝઘડિયા નગરમાં ભંડારી ચાલમાં આજરોજ સવારે એક મકાનમાં અચાનક આગ લાગતા આસપાસના રહીશોમાં ભાગદોડ મચી જવા પામી હતી. મકાનમાં આગે દેખા દીધા બાદ જોતજોતામાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લેતા અગ્નિશામક દળોને બોલાવાયા હતા.
આગમાં ઘરવખરીનો સામાન સળગી જતા મકાન માલિકને મોટું આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. Decision news ને મળેલી માહિતી મુજબ મળતી વિગતો મુજબ ઝઘડિયાની ભંડારી ચાલમાં રહેતા વર્ષાબેન પટેલ સવારે નોકરીએ ગયા હતા, ત્યારે તે દરમિયાન કોઈ અગમ્ય કારણોસર મકાનમાં આગ લાગતા ઘરમાં રહેલ તમામ ચીજ વસ્તુઓ આગમાં સ્વાહા થઇ ગઇ હતી. આગ લાગતા ફાયર વિભાગને જાણ કરાતા ઝઘડિયા જીઆઇડીસીના અગ્નિશામક દળોએ આવીને આગ પર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.
આગની ઘટના બની તે સમયે સદભાગ્યે ઘરમાં કોઇ હાજર ન હોઇ જાનહાની ટળી હતી. મકાન માં આગ લાગતાં ધરવખરી ઉપરાંત ઈલેક્ટ્રીક સાધનો તેમજ મકાનને મોટું નુકશાન થયું હતું. આગને પગલે મકાન માલિકને મોટું આર્થિક નુકશાન થતાં તેમણે તંત્ર પાસે યોગ્ય મદદની માંગ કરી હતી.