નર્મદા:  રાજપીપળા ડેડીયાપાડા હાઈવે ઉપર ખામર ગામનું હિલ ઉતરતા એક વણાંક આવે છે, જે વણાંક ની બિલકુલ બાજુ માં એક ઊંડી ખાઈ છે, જેમા અત્યાર સુધી અસંખ્ય ભારે વાહનો ખાબકી ને અકસ્માત ગ્રસ્ત થયા છે, અને અનેક લોકો એ જીવ પણ તેમ છતાં નર્મદા જિલ્લા ના તંત્ર દ્વારા આ અકસ્માત નું કારણ બનતા “મૌત ના ટર્નિંગ” ને ઓળખીને એને સુધારવાની દિશામાં કોઈ નક્કર કામગીરી કરાઈ હોઈ તેવું દેખાતું નથી.

DECISION NEWS ને મળેલી માહિતી અનુસાર ગત 30 નવેમ્બરે આજ સ્થળ ઉપર ખામર ના ટેકરા ઉપરથી પુર ઝડપે આવી રહેલા એક હાયવા વાહન દ્વારા એક 50 વર્ષીય મોટરસાયકલ ચાલકને ટક્કર મારતા, મોટરસાયકલ નું કચ્ચરઘાણ બોલાવવાની સાથે ચાલકને પણ ગંભીર ઇજાઓ પહોંચાડી હાયવાનો ચાલક પોતાનું વાહન સ્થળ પર રેઢું મૂકી ફરાર થઇ ગયો હતો. ત્યારે ખામર ગામના વણાંક ઉપર કોઈ ભય સૂચના નું સાઈન બોર્ડ કે ચાલકો ને ચેતવણી આપતું કોઈ બોર્ડ ના હોવાને કારણે ખાસ કરીને રાત્રીના સમયે વાહન ચાલકો ગફલત ખાઈ રોડની બાજુના ખાડામાં ખાબકીને અકસ્માતગ્રસ્ત થઈ જાય છે.

ત્યારે વારંવાર એકજ જગ્યાએ અકસ્માતો થતા હોઈને રોડ વિભાગ દ્વારા કેમ આ ખામીયુક્ત ડિઝાઈન ને સુધારવામાં નથી આવતી? જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા આ મામલે સનલગ્ન વિભાગો ને રિપોર્ટ કરાયા છે કે કેમ? એવા પ્રશ્નો લોકોના મનમા ઉઠી રહ્યા છે, આથી વધુ લોકો આ મૌતના ટર્નીગમા પોતાના જીવ ગુમાવે એ પેહલા તંત્ર જાગે એ જરૂરી છે.