ઉમરપાડા: આપણે મોજશોખ કરવા પ્રવાસન સ્થળો પર તો જઈએ છીએ પણ એ સ્થળોને ગંદગીથી ભરી ભરી દેવાની આપણને ટેવ પડી ગઈ છે ત્યારે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના પ્રકૃતિના ખોળે આવેલ દેવઘાટ ખાતે આવેલ ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ ખાતે પર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું.

પર્યાવરણ પ્રેમી વિજેશભાઇ ગામીત સાથે એકશન યુવા ગૃપના વિજય વસાવા અને મિતેશભાઇ દ્રારા ફરવા માટે આવતાં પ્રવાસીઓ દ્વારા ફેંકવામાં આવતા પ્લાસ્ટિક નું સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું. ફરવા આવતા ટુરિસ્ટ દ્રારા પર્યાવરણ નું નુકસાન નહીં થાય તથા પ્લાસ્ટિક કચરો કચરાપેટીમાં નાખી, પર્યાવરણ નું જતન સંવર્ધન અને સંરક્ષણ કરવું દરેક વ્યક્તિ ની અમુલ્ય ફરજ બને છે,તે અંગે લોકોને અનુરોધ કરીને ત્યાં આવેલા તમામ પર્યટકોને સંકલ્પ કરાવ્યો હતો.

વર્તમાન સમયમાં આપણે ત્યાં પર્યાવરણમાં આવી રહેલા ગ્લોબલ વોર્મિંગ જેવી સ્થિતિ નિર્માણ પામી છે ત્યારે તેના નિવારણ કરવા વૃક્ષોરોપણ સાથે તેનું જતન કરવું સાથે પ્લાસ્ટિકનું જેમ બને તેમ ઓછો ઉપયોગ કરી સ્વચ્છતા તરફ આગળ વધવાનો પ્રયાસ કરવો જોઈએ.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here