ભરૂચ: ગતરોજ ભરૂચ જિલ્લાના ઉમલ્લા પોલીસ.સ્ટે.હદ વિસ્તારમાં આવતું પાણેથા ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો કુલ કિંમત રૂ. 50,465 ના મુદ્દામાલ સાથે એક આરોપીને ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે.

Decision news ને મળેલી માહિતી મુજબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વડોદરા વિભાગ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા જિલ્લામાં પ્રોહીબીશન/જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા ઉદ્દેશ્યથી પ્રોહિબીશન/જુગાર જેવી પ્રવૃત્તિ ઉપર નજર વોચ રાખી અસરકારક અને પરિણામ લક્ષી કામગીરી કરવા આપેલ સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ પી વાળા એલસીબી ભરૂચ માર્ગદર્શન અને ઉપરોક્ત સૂચનાઓ અન્વયે પ્રોહિબિશન જુગાર જેવા કેસો શોધી કાઢવા લોકલ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ધીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ, તે દરમિયાન ગઈકાલ પો.સ.ઈન્સ. એમ.એમ રાઠોડ એલસીબી ભરૂચ નાઓની ટીમ ઉમલ્લા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા પાણેથા ગામના રહેવાસી અજયભાઈ ખોડાભાઈ વસાવા નાઓના ઘરના પાછળના ભાગે આવેલ વાડામાં બાથરૂમના ભાગે ભારતીય બનાવટ નો વિદેશી દારૂ નો જથ્થો લાવી સંતાડેલ છે. જે બાતમીના આધારે પાણેથા ગામે અજયભાઈ ખોડાભાઈ વસાવાના ઘરની ખાતરી રેડ કરતા બાથરૂમ ના ભાગેથી પ્રતિબંધિત ભારતીય બનાવટનો વિદેશી દારૂનો નાની મોટી બોટલ નંગ 220 જેની કિંમત રૂપિયા 50,465 ના મુદ્દા માલ સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો તથા એક આરોપીને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.

સદર આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ એમ રાઠોડ તથા અ હે.કો. જયરાજ ખાચર, અ હે.કો. સંજયભાઈ, અ હે.કો. મનહર સિંહ, અ હે.કો. દિપકભાઈ તથા અ હે.કો. ધ્રુવિનભાઈ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચ નાઓની ટીમ વર્ક દ્વારા કરવામાં આવેલ છે

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here