ડેડિયાપાડા: આજરોજ ડેડિયાપાડા તાલુકામાં શિક્ષણ જગતને શર્મસાર કરતો અને ગુરુ શિષ્યના સબંધને કલંક સમાન એક લંપટ શિક્ષકનો કિસ્સો બહાર આવ્યો છે. ડેડીયાપાડા તાલુકાની એક ગામની અને ડેડીયાપાડા ખાતે આવેલું એ.એન.બારોટ વિધાલય ખાતે અભ્યાસ કરતી સગીર વયની વિધાર્થીની સાથે શારીરિક અડપલા કરતા લંપટ શિક્ષક વિરુદ્ધ દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં પ્રોકસો એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ડેડિયાપાડાના એક ગામના ફરિયાદીની સગીરવયની દિકરી ડેડિયાપાડા ખાતે આવેલી એ.એન. બારોટ વિધાલયમાં ધોરણ 9 માં અભ્યાસ કરતી હતી. ગત 29 નવેમ્બરના રોજ આ કામના આરોપી શિક્ષક અનિલકુમાર બી. રાજવી કમ્પ્યુટરનો ક્લાસ પૂર્ણ કરી 11.15 વાગ્યાના અરસામાં કમ્પ્યુટર રૂમમાં ભોગ બનનારને બેસાડી ” તને ઠંડી લાગે છે? તેમ કહી ભોગ બનનારે હા પાડતા આ કામના આરોપીએ ભોગ બનનારનો અચાનક હાથ પકડી બાથમાં લઈ ડાબી આંખની ઉપર એક પપ્પી કરી તેમજ તા.૦૨ ડિસેમ્બરના રોજ 11.20 વાગ્યાના અરસામાં પણ ક્લાસ રૂમમાં ભોગ બનનારને “તને તારા વ્હાલામાં વ્હાલાના કસમ છે ? ” તું બહાર આવ, મારે તારી સાથે વાત કરવી છે.” તેમ કહી શૈક્ષણીક સંસ્થામા શિક્ષક તરીકેની ફરજમાં ભોગ બનનાર વિધાર્થીની સાથે શારીરિક અડપલાં કરી જાતીય સતામણી કરી ગુનો કર્યો તે બાબતે દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં લંપટ શિક્ષક અનિલ કુમાર બી. રાજવી વિરુદ્ધ દેડિયાપાડા પોલીસ પોકસો એક્ટનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપી શિક્ષકની દેડિયાપાડા પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાને લઇને શિક્ષણ જગતમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે.
ડેડિયાપાડા એ.એન.બારોટ વિધાલયનો લંપટ શિક્ષક મળતી માહિતી મુજબ ત્રણ વર્ષથી વિધાસહાયકો તરીકે શિક્ષક તરીકેની ફરજ બજાવતો હતો અને ધોરણ 9 અને ધોરણ 10 ના વિધાર્થીઓ અને વિધાર્થીનીઓને કોમ્પ્યુટર વિષયનું શિક્ષણ આપતો હતો. આ શિક્ષકની ડેડિયાપાડા પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.