ધરમપુર: આજરોજ 03/12/2024 ના દિનેમાન રાજ્યપાલશ્રી ગુજરાત રાજ્ય અને માન.મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજ્યને મામલતદારશ્રી ધરમપુર મારફત અમારા આદિવાસી વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવાનોનો પ્રોજેક્ટ કેન્સલ કરવા બાબત રજૂઆત કરવામાં આવી હતી
DECISION NEWS ને મળેલી માહિતી વીજકંપનીઓ દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાનું શરૂ કરતાં ઠેરઠેર લોકોનો રોષ ભભૂકી ઉઠીયો છે વડોદરા,રાજકોટ, સુરત,સુરેન્દ્રનગર અને જામનગર સહિતના શહેરોમાં સ્માર્ટ મીટરો લગાવતા વ્યાપક ફરિયાદો ઉઠી છે મીટરના છબરડા થી માંડીને વધુ વિજબીલને લઈને વીજ કંપની અને પ્રજા વચ્ચે સઘર્ષની સ્થિતિનું નિર્માણ થયું છે મોટાભાગે લોકોની ફરિયાદ છે કે ગુજરાત ની જનતા મોંઘવારી માંથી રાહતની રાહ જોઇને બેઠી છે ઘર ચલાવવું મુશ્કેલ થઈ રહ્યું છે આવા સંજોગોમાં રાહત આપવાને બદલે સરકારે સ્માર્ટ વીજ મીટર લોકોને માથે થોપી બેસાડવા હિલચાલ આદરી છે એ કેટલું યોગ્ય ? વાપીમાં કે બીજે જેમણે સ્માર્ટ મીટર લાગાવવું હોઈ એ સ્વેછાએ લગાવે પરંતુ અમારા વિસ્તાર માં જોઈતા નથી-સ્માર્ટ મીટર ફરજીયાત શુ કામ ? અમારા આદિવાસી વિસ્તારમાં મહત્તમ લોકો પાસે સ્માર્ટ ફોન નથી અને અનેક જગ્યાએ નેટવર્ક નથી અમારા લોકો સ્માર્ટ ફોન ક્યાંથી લાવે છે.
એક તરફ ગુજરાત માં લાખો વીજ ગ્રાહકોને મોંઘી વીજળી અપાઈ રહી છે તેમાં કોઈ રાહત અપાતી નથી ગુજરાતમાં સ્માર્ટ વીજ મીટરના નામે ઉઘાડી લૂંટ કરવા સરકાર વીજ કંપનીને કેમ પીળો પરવાનો આપવા માગે છે અમારા આદિવાસી પરિવારો રોજ મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે ઘણીવાર ઓછીના રૂપિયા લઈને 2-2 બીલની પેનલ્ટી સાથે સામટા પૈસા ભરે છે તો એ પ્રિપેઇડ કેવી રીતે રીચાર્જ કર છે. સરકારે લોકોની આટલીજ ચિંતા હોય તો GEB માં GETCO માં 66 KV સબ સ્ટેશનમાં હજારો કર્મચારીઓ નું આઉટસોર્સિંગ ના નામે એજન્સીઓ શોષણ કરી રહી છે એ કર્મચારીઓ ને કાયમી ધોરણે નોકરી આપો. જેથી આ સ્માર્ટ મીટર નો પ્રોજેકટ અમારા આદિવાસી વિસ્તાર માં જોઈતો નથી એવી આદિવાસી સમાજ વતી મારી લાગણી અને માંગણી છે અને જો સ્માર્ટ મીટર આદિવાસી વિસ્તાર માં લગાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી તો અમારા વિસ્તાર માં એનો ખુલ્લો વિરોધ કરવામાં આવછે જેની ગંભીર નોંધ લેવી