Current affairs તમે જોશો તો ટીવી પર એડ આવે છે બસ એક ગોળી 72 કલાકની અંદર તમારી અનચાહી પ્રેગનન્સીથી છુટકારો મેળવો..અને ન જાણે કેટલી છોકરીઓ સમજ્યા વિચાર્યા વગર જ એની ગળી જતી હોય છે એ પણ વિચાર નથી કરતી કે આ ગોળીઓમાં શું છે. કે એની અસર કેટલી ખતરનાક થઇ શકે છે.
ડોકટર્સનું કહેવું છે કે આ નકલી ગોળીઓમાં નકરું કેમિકલ ભર્યું હોય છે. જે બસ 72 કલાકમાં જ બ્રુણને ખતમ નથી કરતાં પણ આખી ફર્ટીલીટી સિસ્ટમને બરબાદ કરી નાખે છે. એનાથી શરીર પર ધીમે ધીમે એવી અસર ઉભી થાય છે કે લગ્ન પછી આ છોકરીઓ માં બની શકતી નથી. એમની જિંદગી ખુલ્લો રાઝ બની જાય છે. અને સમાજનો દર્દનાક સત્ય જાણે એમને વિતેલા સમયની અરીસો બતાવે છે.
પહેલો સવાલ એ ઉભો થાય છે કે જો એ છોકરીઓ પ્રેગનન્સીથી ડરતી હોય તો એ સેક્સ કેમ ? અને બીજી શું આપણા દેશમાં આશા, ANM,આંગણવાડી,સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બસ નામના જ છે. સરકાર દરેક વર્ષે માતૃત્વ સુરક્ષા માટે કરોડો રૂપિયા ખર્ચે છે. પણ દીકરીઓ હવે પોતે જ ડોકટર બની રહી છે.
આજનું સત્ય એ છે કે 13-14-18 વર્ષની ટીનેજ છોકરીઓ પોતાની બેગમાં I-PILL લઈને ફરતી હોવાનું ગેસ્ટ હાઉસના કર્મચારીઓ કહી રહ્યા છે. માં-બાપ કે ભાઈઓની આંખો આ બેગ સુધી નથી પોહચી શકતી. અને એક દિવસ આ નાની દીકરીઓ મોટી બીમારીનો શિકાર બની જતી હોય છે. અને એનું એક કારણ આપણું નજરઅંદાજપણું છે.
(આ વાતથી કેટલીક મહિલાઓને ખોટું પણ લાગી શકે છે. પણ બહેનો આ સાવચેતી માટે છે અને તેમ છતાં ખોટું લાગ્યું હોય તો મને માફ કરશો આ વાત માત્ર જાગૃતિ માટે છે.)