વાંસદા: હાલમાં વાસંદા વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે હોવાની બોલતી તસ્વીરો અને લોકો સાથે હવે તો દારુ વેચનારા પણ કોઈ પણ જાતનો ડર વગર દારૂના અડ્ડા ચલાવી રહ્યા છે અને એમને પૂછો તો કહે છે પોલીસ વિભાગના 10 જેટલા લોકો હપ્તો લઈ જાય છે ? બોલો.. આ વાત મીડિયામાં આવતી હોવા છતાં નવસારી પોલીસ કે ગુજરાત પોલીસ કોના હુકમની રાહ જોઈ રહી છે. લોકો કહી રહ્યા છે વાંસદા પોલીસની ટીમ લોકનો વિશ્વાસ ખોઈ રહી છે.
વાંસદા વિસ્તારના યુવાનોના આ દારૂના રવાડે ચડી પોતાનું ભવિષ્ય ખરાબ કરી રહ્યા હોવા છતાં ન સમાજના કહેવાતા નેતાઓ કઈ બોલવા કે તૈયાર નથી કે સામાજિક આગેવાનો.. પોતાના પદ પ્રતિષ્ઠા અને પૈસા સાચવવા આ નેતાઓ અને આગેવાનો મોં માંથી મગ પણ પાડતા નથી.. શું દારૂના અડ્ડા વાળાઓ પર એમનો જ હાથ નહિ હોય ને લોકો સવાલો ઉભા કરી રહ્યા છે.
મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ વાસંદાના પ્રતાપ નગર વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ વેચાણ કરવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું હતું જ્યારે અહીં ફક્ત દારૂ વેચાણ નથી થતું પણ દારૂ ખુલ્લેઆમ પીવાય પણ રહ્યો છે તો વાસદા વિસ્તારમાં દારૂ વેચવાની પરવાનગી કોણે આપી ? શું આ દારૂનો અડ્ડો વાંસદા પોલીસ વિભાગના અધિકારીઓની નજર હેઠળ ચલાવવામાં આવી રહ્યો છે કે પછી જાણકારી બહાર ચલાવવામાં આવી રહ્યો છે ? વાસંદા તાલુકાના પ્રતાપ નગરમાં જ નહીં પણ લોકોમાં ચર્ચા એવી છે કે વાંસદાના ગામે ગામ દારૂ વેચાય છે. ખુલ્લેઆમ શું ખાખી ખુમારી સાથે યુવાનોને નશા ના રવાડે ચડાવી રહી છે.
દારૂના અડ્ડાઓની માહિતી અધિકારીઓને નથી કે પછી આ દારૂના અડ્ડાના સંચાલકો પોલીસના અધિકારીઓને મલાઈ પહોંચાડે છે. લોક મુખે સવાલો ઘણા છે ત્યારે આવનારા દિવસોમાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ શુ પગલાં રહેશે એ હવે જોવાનું રહ્યું.
લોક અધિકારમાં ન્યુઝમાં પ્રકાશિત અહેવાલમાં સંવાદ..
(1) આપણા ઘરે દારૂ મળે છે?
જવાબ :- હા મળે છે
(2) કયો દારૂ મળે છે ?
જવાબ :- બીયર આર સી જોન, મળે છે, આઈ બી નથી.
(3) તો આર.સી નું શું ભાવ છે ?
જવાબ :- તમારે જે જોઈએ એ બોલો ને જલ્દી મેં ચા મૂકી છે બનાવવા માટે અને ૨૦૦ રૃપિયા કોટર ના છે.
(4) અહીં પીવા દેશો ને પોલીસવાળા તો આવી ના જાય ને.
જવાબ :- જલ્દી જલ્દી પી લેજો પોલીસવાળા શું આવે 10 જાતના પોલીસ આવીને હપ્તો લઈ જાય છે.

