ભરૂચ: આજરોજ ભરૂચ જીલ્લા જેલ ખાતે 1 લી ડિસેમ્બર “વિશ્વ એડ્સ દિવસ ”નિમિતે 28-11-2024 ના રોજ ભરૂચ જીલ્લા જેલ ખાતે GSNP+ ( ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લીવીંગ વીથ એચ.આઇ.વી.એડસ ) સંસ્થા દ્વારા ચાલતુ પ્રિઝન્સ ઇન્ટરવેશન પ્રોગ્રામ, દીશા DAPCU ( ડિસ્ટ્રીક્ટ એડ્સ પ્રિવેંશન કંટ્રોલ યુનિટ ), ભરૂચ સિવીલ હોસ્પીટલ સાથે જ પ્રયાસ સંસ્થા દ્વારા બંદીવાન વચ્ચે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું.

જેમાં જેલ અધિક્ષકશ્રી એન.પી.રાઠોડ,જેલરશ્રી એલ.એમ.અલગોતર,પ્રયાસ સંસ્થાના આષિશભાઇ બારોટ, પ્રિઝન્સ ઇન્ટરવેશન પ્રોગ્રામના પ્રોજેક્ટ કોર્ડીનેટર શ્રીમતિ રત્નાબેન પાટીલ, આઇ.સી.ડી.સી.કાઉંસીલરશ્રી હીરાભાઇ, લેબ ટેકનીશીયન પાયલબેન ટી.બી.તથા એચ.આઇ.વી. કાઉંસીલરશ્રી કમલેશભાઇ પટેલ, એસ.ટી.એસ.ભરૂચના રવિન્દ્રસીંગ પ્રાકંદ, બી.ડી.એન.પી.માંથી સતિષભાઇ મિસ્ત્રી હાજર રહી બંદીવાનોને એચ.આઇ.વી.એડસ, ટી.બી.તથા હિપેટાયટીશ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

“વિશ્વ એઇડ્સ દિવસ” 2024 નું સૂત્ર “Take the Rights Path: My Health, My Right! (અધિકારનો માર્ગ અપનાવીએ મારો સ્વાસ્થ મારો અધિકાર) થીમ હેઠળ બંદીવાનોમાં એચ.આઇ.વી.સાથે જીવતા લોકોના માનવ અધિકારના સંરક્ષણ થકી કલંક અને ભેદભાવ મુક્ત સમાજ બાનાવીએ જે હેતુ માટે બંદીવાન ભાઇઓ દ્વારા ચિત્ર તૈયાર કરવામાં આવ્યા.જેમાં બંદીવાન ભાઇઓને પ્રોત્સાહિત કરવા તેઓને પ્રથમ, દ્વીતિય, તૃતિય ક્ર્માંક આપવામાં આવેલ હતા.