ઝઘડિયા: ગતરોજ 26 નવેમ્બર ના રોજ ભારતીય સંવિધાન દિવસના નિમિત્તે ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવા એ પોતાના આગેવાનો અને કાર્યકર્તાઓને સંવિધાન નું મહત્વ સમજાવતા સંવિધાનના શપથ લેવડાવ્યા હતા સંવિધાનમાં રહેલ પોતાના હક્ક અને અધિકારો માટે એક થઈ સંવૈધાનિક લડત લડવા હાકલ કરી હતી. સાથે સાથે એમ પણ જણાવ્યું હતું કે પોતાના સમાજને આગળ લઈ જવા માટે જાગૃત થઈ રૂઢિગત ગ્રામસભાઓનું ગઠન કરવું ખાસ જરૂરી બની ગયું છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ઝઘડિયા તાલુકાના બાંડાબેડા ફાર્મ હાઉસ ખાતે ભારત આદિવાસી સંવિધાન સેનાના નેજા હેઠળ પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આપણા દેશમાં દર વર્ષે 26મી નવેમ્બરના રોજ ભારતના બંધારણને સ્વીકારવાની યાદમાં ઉજવવામાં આવે છે. 26મી નવેમ્બર 1949ના રોજ ભારતીય બંધારણ સભાએ ભારતના બંધારણને સ્વીકાર્યું હતું, જે 26 જાન્યુઆરી 1950થી અમલમાં આવ્યું હતું. જેને લઈ આજ રોજ ઝઘડિયાના બાંડાબેડા ફાર્મ હાઉસ ખાતે પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં સંવિધાન બચાવવા માટેના સપત ઉપસ્થિત લોકોને લેવડાવવામાં આવ્યા હતા અને સૂત્રોચાર કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં દિલીપ છોટુ વસાવા, કિશોર છોટુ વસાવા, બચુભાઈ માસ્તર, અશ્વિન પટેલ, અંબાલાલ જાદવ, તેમજ મોટી સંખ્યામાં ભારત આદિવાસી સંવિધાન સેનાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.