ડાંગ: આજરોજ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ સ્નેહલ ઠાકરેની અધ્યક્ષતા હેઠળ રાજ્ય ચૂંટણી આયોગ અને રાજ્ય ચૂંટણી આયોગના નોડલ અધિકારીને સ્થાનીક સ્વરાજની ચૂંટણીમાં સંભવિત ઉમેદવારોના જાતિ પ્રમાણપત્ર ખરાઈ બાબતે મનસ્વી એકતરફી નિર્ણય વિરુદ્ધ વાંધા અરજી આપવામાં આવી છે.

અરજી મુજબ 21 નવેમ્બર 2024 ના રોજનો એક પત્ર અમોને તારીખ 22 નવેમબર 2024 ના રોજ મળેલ છે જેમા રાજ્ય ચૂંટણી આયોગ મારફત સુચનો મળેલ છે કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમા સંભવિત ઉમેદવારોના આદિજાતિના પ્રમાણ પત્રોનુ ખરાઇ પ્રમાણ પત્ર અગાઉથી મેળવી લેવુ. કોઇ પણ પ્રકારની ચૂંટણી હોય જેમ કે લોકસભા, વિધાનસભા કે સ્થાનિક સ્વરાજયમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગર પાલિકા, નગર પંચાયત કે ગ્રામપંચાયત હોય, મોટા ભાગની ચૂંટણીમા સંભવિત ઉમેદવારો મોટા ભાગે સમય સંજોગો અનુસાર બદલાતા રહે છે. વળી ખાસ પ્રકારના કિસ્સામાં પણ કાર્યકરો અને લોક લાગણી મુજબ દરેક માન્ય/અમાન્ય રાજકીય પક્ષોએ આખરના સમયમાં ઉમેદવારો પણ બદલવા પડતા હોય છે. આવા કિસ્સામાં આપના જણાવ્યા મુજબ સંભવિત ઉમેદવારોનું જાતિ પ્રમાણપત્ર અગાઉથી ખરાઈ કરી રાખવા અંગેનો નિર્ણય મુશ્કેલીઓ વધારે શકે છે, તેમજ સંવિધાનના બંધારણીય અધિકારથી મળેલ હક્ક મુજબ ચૂંટણી લડવાના અધિકારથી વંચિત પણ રહી શકે છે. કારણ કે અગમ્ય કારણોસર નક્કી કરેલ સંભવિત ઉમેદવાર ચૂંટણી લડવા સક્ષમ કે સમર્થ ન હોય તો આખરના સમયે કોઈ નવા ઉમેદવારને ચૂંટણી લડાવવા પક્ષ દ્વારા ઉભો કરવા આવે અને જ્યારે એ વ્યક્તિ પાસે જાતિ અંગેના પ્રમાણ પત્રનુ ખરાઇ કરાવેલ પ્રમાણપત્ર ન હોવના કિસ્સમા એ ઉદવાર ગેરલાયક ઠરશે જે બાબત ખરેખર ગેર વ્યાજબી અને ગેરબંધારણિય છે જેનો અમોન સખત વાંધો છે કારણ કે ઉકત બાબત બંધારણથી વિરુદ્ધ તેમજ ચુટણી લડવાના મુળભૂત અધિકારોથી વિમુખ જણાઈ રહી છે.

વધુમાં આપને જણાવવાનું કે સરકારશ્રી આ બાબતે જે નિર્ણય લે છે તે બાબતે તમામ રાજકીય માન્ય/અમાન્ય પક્ષોના અભિપ્રાય લેવા પણ એટલા જ જરૂરી છે, જેમા ડાંગ જેવા જિલ્લા કે જ્યા લગભગ 98 % આદિવાસી વસ્તી છે અને અનુસુચી-5 હેઠળનો વિસ્તાર હોય જ્યા મહા મહિમ રાજ્યપાલશ્રી અને સ્થાનીક ગામ સભાની પુર્વ મંજુરી આવશ્યક છે, જો રાજય ચૂંટણી આયોગ ખરેખર પારદર્શક અને પ્રમાણિક પણે ચૂંટણી કરાવવા ઈચ્છથી હોય તો આ બાબતે ફેર વિચારણા જરૂરી હોય છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here