ભરૂચ: ગતરોજ ભરૂચ જિલ્લા જેલ ખાતે સંભવ ઇનેશીટિવ સંસ્થા વડોદરા દ્વારા જેલના બંદિવનો જેલ મુક્ત થયા બાદ સમાજમાં પુનઃસ્થાપન તેમજ બંદિવાનોની માનસિક સ્વાસ્થ્ય જળવાય રહે તે હેતુથી મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી બંદિવાનોને થેરાપી પૂરી પાડવા “કોશિશ કી આશ ” કેન્દ્રના ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

Decision News ને મળેલી જાણકારી મુજબ આ પ્રસંગે નામદાર ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ ના જસ્ટિસ વૈભવી ડી નાણાવટી, નામદાર ગુજરાત હાઇકોર્ટ અમદાવાદના નિવૃત જસ્ટીસ ડોક્ટર અશોકકુમાર સી જોશી, પ્રિન્સિપલ ડીસ્ટ્રીક જજ ભરૂચ શ્રી આર.કે દેસાઈ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચના સચિવ શ્રી ડી.બી તિવારી, ભરૂચ જિલ્લા જેલ ના અધિક્ષક શ્રી એન પી રાઠોડ નાઓ હાજર રહેલ હતા. જેમાં સુ શ્રી હીરાંશી શાહ સંભવ ઈનેશિટિવ સંસ્થાના સ્થાપક નાઓએ કેદીઓના પુનર્વસનના ઉદ્દેશ્ય સાથે કીડીઓને માનસિક સ્વાસ્થ્ય માટે મનોવૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા થેરાપી અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી.

“કોશિશ કી આશ” કેન્દ્ર ૩ ના પ્રોટોટાઈપ રીચ આઉટ રેપોર અને રિફોર્મના મિશન દ્વારા બંદિવાનોની માનસિક સૂકાકારી માટે વ્યક્તિત્વ પરીક્ષણ અને મનોવૈજ્ઞાનિક ઉત્ક્રાંતિ અને મૂલ્યાંકન સાથે મનોવૈજ્ઞાનિક રીતે મદદરૂપ બની કાઉન્સેલિગ પ્રદાન કરશે જે બંદિવનોને માનસિક હટાસામાંથી બહાર નીકળવા મદદરૂપ બનશે. “કોશિશ કી આશ” કેન્દ્ર કેદીઓના પુનર્વસન સુધારણા અને પુનઃ એકી કરણ ના ઉદ્દેશ્ય સાથે સંભવ ઈનેશિટિવ ના પેટ્રોન ઈન ચીફ – ન્યાયાધીશ સી કે ઠક્કર, ભારતની સર્વોચ્ચ અદાલત ના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને સંભવ ઈનેશિટિવના પ્રેટોન ન્યાયાધીશ એમ આર શાહ, ભારતની સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ ના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવ્યું છે‌. આ પ્રોગ્રામમાં તમામ બંડી વાનો ને ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો પ્રોગ્રામના અંતે રાષ્ટ્રગીત ગાયને પ્રોગ્રામની પુર્ણાહુતી કરવામાં આવેલ અને જેલ અધિક્ષક શ્રી એન.પી રાઠોડનાઓ દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોનો સહ્દયથી આભાર વ્યક્ત કર્યો હતો.