ધરમપુર: દક્ષિણ ગુજરાતના સમગ્ર વિસ્તારમાં 26 મી નવેમ્બરના રોજ સંવિધાન દિવસની ઉજવણીને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું ત્યારે આદિવાસી સમાજ ધરમપુર દ્વારા સંવિધાનના ઘડવૈયા ડૉ.બાબા સાહેબને હાર દોરા કરી તેમને યાદ કરી સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે 26 નવેમ્બર,1949 ના દિવસે આપણા દેશમાં બંધારણ તૈયાર થયું હતું અને તેની યાદમાં જ સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતદેશના બંધારણના ઘડવૈયા, બંધારણસભાના તમામ સભ્યો પ્રત્યે આદર રાખનાર મહામાનવ, વિશ્વ વિખ્યાત, વિશ્વરત્ન, ધ સિમ્બોલ ઓફ નોલેજ, વિશ્વનું સર્વોચ્ચ બંધારણ આપનાર ડૉ બાબા સાહેબ આંબેડકર અને એમના સાથીઓએ મળીને બંધારણની રચના કરી હતી. આજના આ દિવસનો મહિમા ધરમપુરમાં જન-જન સુધી પોહચાડી શકાય એવા ઉદ્દેશ સાથે આજે આદિવાસી લીડરો દ્વારા ધરમપુરમાં ઉજવણી કરવામાં આવી હતી
આ ઉજવણી પ્રસંગે સાઈનાથ હોસ્પિટલના ડોક્ટર હેમંત પટેલ, આ.એ પ્રમુખશ્રી યોગેશ ગરાસીયા, તાલુકા પંચાયત સભ્ય કલ્પેશ પટેલ, સામાજિક આગેવાન વિજયભાઈ અટારા, ખારવેલ ગામના સરપંચ શ્રી રાજેશભાઈ, માજી નગરપાલિકા કોર્પોરેટર શ્રી ધીરજ ભાઈ, સહયોગ એગ્રો ધરમપુર નિતેશ ગવળી, સામાજિક આગેવાનો ચેતન ચૌધરી, કમલેશ પટેલ, ઉત્તમ ભાઇ ગરાસિયા, તુષાર ભાઇ, નિર્મલભાઇ, રિતેશ પટેલ સહિતના આદિવાસી આગેવાનો હાજર રહ્યા હતા.

