કપરાડા: આજરોજ કપરાડા તાલુકના ચાવશાળાના જગીરી ભવાડા ટીમે મોરવાહાલ ગામના ફળિયાની પ્રસૂતાએ રસ્તામાં જ 108 એમ્બ્યુલન્સમાં સફળ પ્રસૂતિ બાદ સ્વસ્થ બાળકને જન્મ આપ્યાની ઘટના પ્રકાશ આવી છે. પરિવારમાં ખુશીનો માહોલ છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ ચાવશાળા ખાતે 108 એમ્બ્યુલન્સ ટીમને જગીરી ભવાડા ગામ મોરવાહાલ ફળિયા ખાતે નો પ્રસૂતિ માટેનો કેસ મળ્યો હતો. જેને પગલે 108 એમ્બ્યુલન્સ ની ટીમ તાત્કાલિક ધોરણે પ્રસૂતાને લેવા માટે પહોચી હતી અને મહિલા ને લઇ હોસ્પિટલ જવા રવાના થયા હતા આ દરમ્યાન 25 વર્ષીય સગર્ભા કમળા બેન રામાભાઈ હિલીમ ને ડિલિવરી નો વધારે દુખાવો ઉપડતાં ઈ.એમ.ટી. હિરેન પટેલ અને પાયલોટ વસંત ગવળી દ્વારા સમય સુચકતાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ દરમિયાન તરત જ એમ્બ્યુલન્સ ને રસ્તાની બાજુ માં ઉભી રાખી ડિલિવરી કરાવી બાળકને નવજીવન બક્ષ્યું હતું. અને અમદાવાદ હેડ ઓફિસ ના ઈ.આર.સી.પી. dr. અતુલ sir ના સલાહ પ્રમાણે ઈન્જેકશન oxytocine iv fluids- RLઅને દવાઓ આપવામાં આવી હતી . અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે નજીક ની સી.એચ. સી. કપરાડા ખાતે મહિલાને દાખલ કરવામાં આવી હતી.આમ મહિલાના પરિવાર દ્વારા 108 એમ્બ્યુલન્સ ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.