નાનાપોઢાં: આજરોજ અખિલ ભારતી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંગ વલસાડ આયોજિત દ્વારા બિરસા મુંડાની 149 ની જન્મ જયંતીની ઉજવણી કપરાડા તાલુકાના નાનાપોઢાંમાં બિરસા મુંડા સર્કલ ખાતે કરવામાં આવી જેમાં તમામ હોદ્દેદારોએ ભાગ લીધો હતો.

Decision News ને મળેલી જાણકારી મુજબ શૈક્ષિક મહાસંઘ વલસાડ દ્વારા બિરસા મુંડાની પ્રતિમાનું સ્વચ્છતા કરી અને ત્યારબાદ આદિવાસી સાંસ્કૃતિક પરંપરા મુજબ પૂજન કરી અને ત્યારબાદ તેમને પ્રાર્થના ,અર્ચના કરવામાં આવી હતી. અને ત્યારબાદ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંગ દ્વારા શ્રીફળ વધારી ફૂલહાર તેમજ ફુલ અર્પણ કરીને વિધિ પૂજા કરવામાં આવી હતી. પ્રસંગમાં વલસાડ જિલ્લા શૈક્ષિક મહાસંઘના મહામંત્રી રામુભાઈ જે. પટેલે જણાવ્યું હતું કે બિરસા મુંડા આપણી સંસ્કૃતિની એક વીર ગાથા છે. અને તેમણે અન્યાય સામે લડત ચલાવી હતી અને એક સ્વાતંત્ર્ય સેનાની તરીકે આપણા સમાજ માટે ઉભરી આવ્યા છે. જેથી તેમની પાસેથી એકમાત્ર એક આપણે બોધ લઈ શકીએ છીએ કે હાલે પણ અન્યાય સામે ઝુકવું નહીં. અને અન્યાય સામે સતત લડતા રહેવું. જ્યારે વલસાડ જિલ્લા શૈક્ષિક મહાસંગના અધ્યક્ષ અજીતસિંહએ જણાવ્યું હતું કે આજે બિરસા મુંડા સમગ્ર સમાજ માટે એક યોદ્ધાનું પ્રતીક આપણા માટે ઉભરી આવે છે. ત્યારે એમની પાસેથી પણ અનેક પ્રકારના મૂલ્યો પણ શીખીએ છીએ ત્યારે તેમને યાદ કરતા આજે તેમની 149 ની જન્મ જયંતી છે, ત્યારે વલસાડ જિલ્લા શૈક્ષિક મહાસંઘ દ્વારા આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. સાથે શાળા, કોલેજ તેમજ પ્રાથમિક શાળાઓમાં પણ તેમને યાદ કરીને દરેક સ્થળોએ જન્મ જયંતી ઉજવણી કરવામાં આવી રહી છે. જે એક પ્રેરણાત્મક કાર્ય કહી શકાય.

આ પ્રસંગે નિવૃત્ત મામલતદાર સુખાલા વિનુભાઈ ડી. પટેલ, નિવૃત્ત શિક્ષક મણીભાઈ પટેલ, સામાજિક કાર્યકર મંગુભાઈ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદ શંકરભાઈ ( વિભાગના સહમંત્રી) વલસાડ તાલુકાના અધ્યક્ષ શૈલેષભાઈ પટેલ, વાપી તાલુકાના અધ્યક્ષ હેતલભાઇ પટેલ,કપરાડા તાલુકાના મહામંત્રી ડૉ. બાબુભાઈ ચૌધરી, વલસાડજિલ્લા શૈક્ષિક મહા સંઘ અધ્યક્ષ અજીતસિંહ, મહામંત્રી રામુભાઈ જે. પટેલ, રાજ્ય કારોબારી હરેશભાઈ એલ. પટેલ, જયેશભાઈ, જિલ્લા કારોબારી જશવંતભાઈ, કપરાડા કાર્યાધ્યક્ષ ગોવનભાઈ, જિલ્લા કારોબારી રમેશભાઈ તેમજ આજુબાજુના શિક્ષકો, આગેવાનો અને આદિવાસી સમાજના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.