દિલ્લી: ધરતી આબા બિરસા મુંડાની 149 મી જન્મ જયંતિ ઉજવણીનું આયોજન 17 નવેમ્બર 2024 રવિવારના રોજ સવર્ણ જયંતિ ઓડિટરીયમ લેડી હારડિંગ મેડિકલ કૉલેજ દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું એમાં બિરસા મુંડા એવોર્ડ-2024 ડો દયારામ વસાવા આપવામાં આવ્યો હતો.

149 મી બિરસા મુંડા જન્મ જયંતિ ઉજવણી 17 નવેમ્બર 2024 ના રોજ સવર્ણ જયંતિ ઓડિટરીયમ લેડી હારડિંગ મેડિકલ કૉલેજ દિલ્હી ખાતે આસામ રાજ્યપાલ મહામહિમ લક્ષ્મણ પ્રસાદ આચાર્ય અને કેન્દ્રિય આદિજાતિ મંત્રી જુએલ ઓરમના હસ્તે ડો દયારામ વસાવા સાહેબને સામાજિક કાર્યો તથા આદિવાસી સમાજની એકતા, આદિવાસી સંસ્કૃતિ, આદિવાસી સમાજના સશકતિકરણ, બિરસા મુંડાના મૂલ્યો આદિવાસી અધિકારોના લડત માટે “બિરસા મુંડા એવોર્ડ 2024,” આપવામાં આવ્યો

આદિવાસી ચિત્રકાર તેમજ વારલી પેઇન્ટિંગ, આદિવાસી સંસ્કૃતિને પેઇન્ટિંગના માધ્યમથી આદિવાસી સંસ્કૃતિને ગૌરવ અપાવ્યું છે. માટે કાંતિભાઇ પાડવીને, “બિરસા અવોર્ડ 2024,,”એનાયત કરવામાં આવ્યો. જેથી તમામ આદિવાસી સમાજમાં ખુશીની લાગણી તેમજ ગૌરવ અનુભવે છે .