નવસારી: વર્તમાન સમયમાં ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે મિશન મોડ પર પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ખેડુતોને ઘર આંગણે પોતાની ખેતપેદાશોનું વેચાણ કરી શકે તે માટે જિલ્લાના વહીવટી તંત્રના સહયોગથી જુનાથાણા સ્તિથ જુના જિલ્લા સેવા સદન કેમ્પસ ખાતે દર સોમવારે અને ગુરૂવારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો દ્વારા પોતાના શાકભાજી, કઠોળ, અનાજ જેવી ખેતપેદાશો પોતાની ખેતપેદાશોનું વેચાણ કરવામાં આવે છે.

Decision News મળેલી જાણકારી મુજબ નવસારીના મહિલા ખેડૂત સુશીલાબેન પટેલે કહે છે કે, લગભગ ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી તેના સાથે જોડાયેલા છીએ. પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવ્યા પછી હવે એમ થાય છે કે, આ વિચાર પહેલા કેમ ન હોતો આવ્યો. કેમ કે એનું પરિણામ ચોખ્ખું દેખાઈ આવે છે. પાકમાં જીવાતોને રોગ ઓછા થયા, પાકનું ઉત્પાદન વિચાર્યું હતું એના કરતા વધ્યું. જમીન પણ હવે અળસિયા વધવાથી પોચી અને ફળદ્રુપ બની. ખાસ ફાયદો એ કે એક પાકની સાથે બીજો પાક પણ એટલે કે મિશ્ર પાક પણ લઇ શકાય છે.

વધુમાં કહ્યું કે, જુનાથાણા સ્તિથ જુના જિલ્લા સેવા સદન કેમ્પસમાં દર સોમવાર અને ગુરુવાર તથા નવસારી કૃષિ યુનીવર્સીટી ખાતે દર બુધવાર અને રવિવારે આમ અઠવાડિયાના ચાર દિવસ પ્રાકૃતિક ખેતીના પેદાશનું વેચાણ કરીને બજાર ભાવ કરતા સારી આવક મેળવી રહી છું અને જો તમારી પાસે ખેતીની જમીન હોય તો ખેતીમાં ધ્યાન આપવાનું શરૂ કરી દો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here