નર્મદા: આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવા એક અત્યંત ગંભીર મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું કે, અનુસુચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અમલમાં હતી. એ યોજના અંતર્ગત આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓએ ઉચ્ચ અભ્યાસ માટે એડમિશનના લીધા અને ફ્રિશિપ કાર્ડ પણ લીધા અને હાલ અડધું વર્ષ જતું રહ્યું ત્યારબાદ ગુજરાતની ભાજપ સરકારે પરિપત્ર બહાર પાડીને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાને બંધ કરી દીધી. જેના કારણે 50,000 જેટલા ઉચ્ચ અભ્યાસના વિદ્યાર્થીઓના જીવન પર ગંભીર અસર પડી છે. ભાજપ સરકારે આદિવાસી સમાજ પ્રત્યેની પોતાની જે વૃત્તી હતી, તે જાહેર કરી લીધી છે.

હું સરકારને કહું છું કે આદિજાતિ બાળકો માટે મેનેજમેન્ટ ક્વોટાની જે શિષ્યવૃત્તિ છે તેને ફરીથી શરૂ કરવામાં આવે. નહિતર આવનારા સમયમાં બાળકો અને વાલીઓને સાથે રાખીને ખૂબ મોટું આંદોલન કરવું પડશે. કેન્દ્રીય કૃત પ્રવેશ સમિતિ મારફતે જે સરકારી ક્વોટામાં એડમિશન લીધેલા વિદ્યાર્થીઓ હતા, બાદમાં આવી કોઈ સીટો મેનેજમેન્ટ ક્વોટામાં ટ્રાન્સફર થાય તો તેને મેનેજમેન્ટ કોટા ગણવામાં આવશે, જેનાથી ઉચ્ચ અભ્યાસ જેમકે નર્સિંગ, બીએસસી, ડિપ્લોમા સહિત અનેક ઉચ્ચ અભ્યાસ કરનાર ભાવિ અંધકારમય બન્યું છે. આ વર્ષનું ટ્રાઇબલ સમાજ માટેનું 3410 કરોડનું બજેટ છે એ શિક્ષણનું 4,500 કરોડથી 45000 કરોડથી વધુનું બજેટ છે તો અમારો સવાલ છે કે શું સરકાર આ બજેટને ફક્ત પોતાના તાઇફાઓ કરવામાં વાપરે છે?

ભાજપ સરકાર આદિવાસી સમાજ સાથે ઓરમાયું વર્તન કરે છે, તેના જવાબમાં તમામ આદિવાસી સમાજના લોકોને, યુવાનો અને વિદ્યાર્થીઓને અમારે ગાંધીનગર જઈને આંદોલન કરવાનું હશે તો પણ અમે આંદોલન કરીશું અને વિદ્યાર્થીઓ માટે લડીશું. પરંતુ સરકારના આવા નિર્ણયને અમે ચલાવી લઈશું નહીં. સરકારે આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી છે તેને ફરીથી શરૂ કરે તેવી અમારી માંગણી છે અને આ મુદ્દા પર અમે ખૂબ જ ગંભીર છીએ અને આવનારા સમયમાં અમે મોટું આંદોલન કરીશું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here