કપરાડા: ફરી એક વખત કપરાડા તાલુકામાંથી એક દુષ્કર્મ ની ઘટના પ્રકાશમાં આવી છે 19 વર્ષીય યુવતી પર દૂરના પરિણીત કૌટુંબિક કાકાએ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બનાવી દુષ્કર્મ આચાર્યું હતું આ ઘટનાને લઈને છે. બંનેના પરિજનોમાં ભારે વિવાદ ઉભો થયો છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ કપરાડા તાલુકામાં રહેતા ખેડૂત પરિવારની 19 વર્ષની યુવતી પર નજીકમાં રહેતા પરિવારના પરિણીત યુવકની નજર હતી. ઓગસ્ટ 2023 ના રોજ, ખેડૂત પરિવારની એક છોકરી ઘરે એકલી હતી. એક પરિણીત યુવક, જે થાયરના પરિવારનો પરિચીત છે, તે રસ્તા પરથી પસાર થતો હતો ત્યારે તેના ઘરે આવ્યો હતો. જ્યારે યુવતી તેના માટે પાણી લેવા ગઈ ત્યારે પરિણીતાએ ઘરનો દરવાજો બંધ કરીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.
કાકાની ઘરવાળી દ્વારા યુવતીને કહેવામાં આવ્યું કે આ ઘટનાન વિષે માતા-પિતા કે પરિવારના સભ્યોને ન જણાવતી નહિ તો તેના માતા- પિતા અને પરિવારના સભ્યોને મારી નાખશે. જે બાદ પરિણીત યુવક યુવતીની એકલતાનો ફાયદો ઉઠાવીને તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારતો હતો. યુવકની હરકતોથી કંટાળીને યુવતીએ હિંમત ભેગી કરી અને તેની માતા અને સંબંધીઓને ઘટનાની જાણ કરી. ફરિયાદ અનુસાર છેલ્લાં 1 વર્ષથી યુવતી પર કહેવતો કાકા સતત બળાત્કાર ગુજારતો હતો. હાલમાં યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.