નવસારી: નવસારી જિલ્લાના ટાંકલ ગામના મૂળ વતની ડૉ. રીટાબેન પટેલ જેઓ સેવાકીય એવા તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા છે. સાથે ITBP ના પેરા મિલેટરી ફોર્સના કંપની કમાંડર (મેડિકલ) તરીકે દેશસેવાની ફરજમાં જોતરાઈ કુટુંબ અને આદિવાસી સમાજને અનેરું ગૌરવ અપાવ્યું છે.

આ ફરજ દરમિયાન વિવિધ સિદ્ધિઓ હાંસલ કરી અનેક મેડલ ના હક્દાર પણ બન્યા હતા. જેઓ અરૂણાચલ ખાતે પેરા મિલેટરી ફોર્સમાં DIG તરીકે કાર્યરત હતા. હાલમાં જ તેમણે IG તરીકે. પ્રમોશન મેળવી ચંઢીગઢ ખાતે ચાર્જ સંભાળી લીધો છે. ગુજરાત આદિવાસી સમાજ સંભવત ગુજરાત રાજ્યના પ્રથમ “નારી રત્ન” તરીકે રાજ્ય, સમાજ, કુટુંબ અને ગામને ડૉ. રીટાબેન અનેરું ગૌરવ અપાવ્યું છે.

તેઓ ધોડિયા આદિવાસી સમાજના પ્રથમ તબીબ એવા સેવાભાવી ડૉ. ગંભીરભાઈ અને સમાજના પ્રથમ મહિલા ધારાસભ્ય સ્વ. શ્રીમતી અરૂણાબહેનના પુત્રી રત્ન છે. એમના પતિ શરદકુમાર પણ ITBP માં IG તરીકે ફરજ બજાવે છે. મૂળ નવસારી જિલ્લાના ડૉ. રીટાબેનને સમગ્ર નવસારી જિલ્લા તથા ધોડિયા સમાજ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here