ડેડીયાપાડા: સરકારી પગાર મળે છે છતાં પણ કેટલાક અધિકારીઓ છે જે ભ્રષ્ટાચાર, લાંચ લઈને પૈસા કમાઈ રહ્યાં છે. સરપંચો, સભ્યો, લોકોને કામ કઢાવી આપવામાં માટે તેઓ લાંચની માંગણી કરતા હોય છે. આવી જ લોક ચર્ચાઓ નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં થઈ રહી છે જ્યાં તાલુકા પંચાયતમા તલાટીઓ અને સરપંચો પાસેથી પત્રકારોને પૈસા આપવાના હોવાનું કહીને દિવાળીનાં સમય ગાળામાં પૈસા ઉઘરાવવામાં આવ્યા હોવાની વાતો વહેતી થઈ છે.
નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં ચા ની લારીઓ પર, પાનના ગલ્લાઓ પર લોક ચર્ચાઓ ચાલી રહી છે, કે ડેડિયાપાડા તાલુકા પંચાયતના અમુક અધિકારીઓએ ગ્રામ પંચાયતોના સરપંચો અને તલાટીઓ પાસે થી ‘પત્રકારોને પૈસા આપવાના હોવાનું કહીને આપ સૌ એ પૈસા આપવા પડશે એમ કહી ઉઘરાણું કર્યું હતું. જેને લઈને અધિકારીઓના આ વર્તનને લઈને ઘણાં તલાટીઓ પણ નારાજ જોવા મળી રહ્યા છે..
ત્યારે સવાલ થાય છે શું હવે અધિકારીઓ પણ પત્રકારોના નામે પૈસા ઉઘરાવશે.?? અધિકારીઓ કેમ જનમાનસ પર પત્રકારોની ખોટી છબી દર્શાવવા માંગે છે.? અને મોટો સવાલ તો એ છે કે આ અધિકારીઓ સામે પત્રકારોના સંગઠનો કેમ અવાજ નથી ઉઠાવી રહ્યા ? આ અધિકારીઓ કોણ છે તેનો પર્દાફાશ થવો જરૂરી છે.
(નોંધ: Decision News આની પુષ્ટિ કરતુ નથી આ લોકચર્ચા ની માહિતી સુત્રો પાસેથી મળી છે.)

