સેલવાસ: આદિવાસી નેતા બિરસા મુંડાની જયંતી સેલવાસમાં હર્ષોલ્લાસથી મનાવવામાં આવ્યો તેની સાથે સાથે સેલવાસના ભસ્તા ફળીયા ચોકનું નામ બદલીને ‘મોહન ડેલકર ચોક’ રાખવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. આ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પ્રભુ ટોકિયા, દમણના સાંસદ ઉમેશ પટેલ, ગુજરાતના વિધાયક અનંત પટેલ અને ચૈતર વસાવા જેવા પ્રખ્યાત નેતાઓ હાજર રહ્યા હતા.

Decision News ને મળેલી જાણકારી મુજબ આ પ્રસંગે દાદરા નગર હવેલીના દાદરા વિસ્તારમાંથી સ્થાનિક યુવકો અને આદિવાસી સમાજના લોકોએ ભવ્ય રેલીની શરૂઆત થઈ હતી. દાદરા નગર હવેલી આદિવાસી એકતા પરિષદ અને આદિવાસી સમન્વય મંચ ભારત મંચ દ્વારા જન નાયક બિરસા મુંડા જન્મોત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેના દ્વારા પરિષદ આદિવાસી સમાજને એકજુથ કરવા માટે સતત પ્રયત્નશીલ છે.આ વખતે જન્મોત્સવના અવસરે થીમ છે કે આદિવાસીના હક્ક અધિકારની લડાઈ અમે પ્રાંતવાદથી ઉપર ઉઠી બોર્ડરલેસ થઈ આદિવાસીઓની જમીન, જળ, જંગલ અને સંવૈધાનિક અધિકાર અને સુરક્ષાના માટે દેશના દરેક આદિવાસીઓને દરેક વિવાદોથી ઉપર ઉઠી એક મંચ અને એક બેનર નીચે અહિંસક રીતે લડાઈ લડવાની હાકલ કરવામા આવી હતી.

કાર્યક્રમમા આદિવાસી નેતા પ્રભુ ટોકીયાએ પ્રશાસન દ્વારા પ્રદેશના જન પ્રતિનિધિઓના હક્ક અને અધિકારો છીનવી લીધા હોવાનો સીધો આક્ષેપ કર્યો હતો. ધારાસભ્ય ચૈતર વસાવાએ આપણા હક્ક અને અસ્તિત્વને બચાવવા માટે આપણી લડાઇ ચાલુ રાખવા અને સાથે ભણતરના મહત્વ અંગે તાકીદ કરવામા આવી હતી. ધારાસભ્ય અંનત પટેલે પ્રદેશના લોકોને સૂત્ર આપ્યુ હતુ કે લડેગે લડેંગે ઔર લડતે હી રહેંગે સુત્ર આપ્યુ હતુ અને આ પ્રદેશના કોઈપણ પ્રશ્નો હશે તો અમે આપની સાથે છે અને અમારા તરફથી સંપુર્ણ સહયોગ મળશે. આ જમીન આપણી છે આ કોઈ કાકા, બાકા કે ફાકાની નથી. દમણ દીવ સાંસદ ઉમેશભાઈ પટેલે પણ અહી પ્રદેશમા હાલમા એક જ વ્યક્તિનુ રાજ ચાલે છે પરિસ્થિતિ અગાઉ પણ બદલાઈ હશે બદલાતી રહેશે પહેલા અંગ્રેજો સામે લડતા હતા હાલમા પ્રશાસન સામે લડી રહ્યા છે.પ્રદેશના લોકોને સંગઠિત થવા માટે હાકલ કરી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here