અંકલેશ્વર: અંકલેશ્વરના આંબાવાડી વિસ્તારમાં રહેતી રશ્મિબેન મુળજીભાઈ વસાવાએ સ્થાનિક આદિવાસી આગેવાનોને અંકલેશ્વર નર્સિંગની છાત્રાઓ સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ કરી અને આગેવાનો સાથે રાખીને રશ્મિબેન દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે એન્જલ કોમ્યુનિટી કોલેજના ડાયરેક્ટર અને નર્મદા પેરામેડિકલ નર્સિંગ કલાસીસના મેનેજર તેમજ નર્મદા પેરામેડિકલ ક્લાસીસના મેનેજરના ભાઈ સામે છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
નોંધવામાં આવેલ ફરિયાદ મુજબ: નર્સિંગ કોર્સની ડિગ્રી આપવાનું કહીને એડમિશન આપી અને એડમિશનના 9,87 લાખ (નવ લાખ સત્યાસી હજાર રૂપિયાની) 29 છાત્રાઓ સાથે છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને સાથે રહેવાનું રૂમ ભાડું પણ છાત્રાઓ પાસેથી વસૂલ કરવામાં આવ્યું છે. એન્જલ કોમ્યુનિટી કોલેજના ડાયરેક્ટર અને નર્મદા પેરામેડિકલ નર્સિંગ કલાસીસના સંસ્થાપકોઓએ છાત્રાઓના ઓરિજનલ ડોક્યુમેન્ટ અને ડિગ્રીનું રિઝલ્ટ મેળવવા રૂપિયાની માગણી કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે અને જમા ડોક્યુમેન્ટ આપવામાં આવતા નથી
દાદાગીરી કરતા કહેવામાં આવે છે કે તમારા થી જે થાય એ કરી લો, જ્યાં જવું હોય ત્યાં જાવ ધમકી આપવામાં આવતા છાત્રાઓએ સ્થાનિક આદિવાસી આગેવાનો નો સંપર્ક કર્યો અને એમની સાથે સલાહ મસલત બાદ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે