ચીખલી: લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજન અંતર્ગત તારીખ 8-9-10 નવેમ્બર 2024 આમ ત્રણ દિવસ સુખાઈ ખાતે રાષ્ટ્રીય ઉદ્યોગ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમ તારીખ 8 નવેમ્બરના રોજ રાત્રે 9 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જેમાં ગુજરાતના ઉમરગામ થી અંબાજી સુધીના અલગ અલગ જિલ્લાઓના આદિવાસી સમાજની સંસ્કૃતિને ઉજાગર કરતા નૃત્યો, વધ્યો જેમાં આદિવાસી સમાજના હજારોની સંખ્યામં લોકો કાર્યક્રમ નિહાળવા આવ્યા હતા. આ કાર્યક્રમમાં આદિવાસી અવનવી વાનગીઓના સ્ટોલ, ઉદ્યોગ કર્તાઓ, તેમજ આદિવાસી સમાજના ઓજારો, પરંપરાગત વાસણો ,સાધનો તથા વાજિંત્રોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજના દેવી-દેવતાઓના ચિત્ર મુકવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં અલગ અલગ જિલ્લાઓના આદિવાસી સમાજના નૃત્ય, કૃતિઓએ રંગ જમાવ્યો હતો.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્યશ્રી મોહનભાઈ ધોડિયા, ધારાસભ્યશ્રી, નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here