ગુજરાત: આજથી નવા વર્ષની શરૂઆત થઈ છે ત્યારે નવા વર્ષની અંબાલાલની આગાહીઓ ડરાવી દે તેવી છે તેમણે કહ્યું કે 2025 માં વાતાવરણમાં મોટા પલટા આવવાની શક્યતા છે. વાવાઝોડા, માવઠા, ઠંડીનો કહેર, ગરમીને સહન લોકોને આહ્વાહન કર્યું છે.
અંબાલાલ પટેલે શું કહ્યું..
અંબાલાલ પટેલે જણાવ્યું કે, દિવાળીના તહેવારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 1 થી 7 નવેમ્બર વાતાવરણ વાદળછાયું રહેશે. બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે. આ ઉપરાંત અંબાલાલે આ વર્ષે દિવાળી બગડવાની પણ કરી આગાહી. તેમણે કહ્યું કે, દિવાળી આસપાસ પણ વાદળવાયુ રહી શકે છે.
વાવાઝોડું આવી રહ્યું છે..
તેમણે કહ્યું કે, તો આ બાદ 6 થી 8 નવેમ્બરે આવી રહેલું પશ્ચિમી વિક્ષેપ ગુજરાતમાં ઠંડી લાવશે. 7 થી 10 નવેમ્બર બંગાળના ઉપસાગર માં વધુ એક વાવાઝોડું આવશે. અરબી સમુદ્ર માં 13-14 નવેમ્બર હલચલ જોવા મળશે. 19 થી 22 નવેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં પ્રચંડ વાવાઝોડું આવશે. આ દિવસોમાં ગુજરાતના હવામાનમાં ફેરફાર થઈ શકે છે, જે માવઠું લાવી શકે છે. 7 થી 14 તથા 19 થી 22 નવેમ્બર દરમિયાન માવઠું આવશે.