રાજપીપલા: રાષ્ટ્રીય એકતા દિવસ ૨૦૨૪ ની ઉજવણી પ્રસંગે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુરુકુળ હેલીપેડ, એકતાનગર ખાતે આવી પહોંચ્યા હતા. ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું એકતાનગર હેલીપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું.
30 ઓક્ટોબર 2024 દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની પુર્વ સંધ્યાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ એકતા નગરને મોટી ભેટ આપતાં રૂ. 284 કરોડથી વધુના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ અવસરે તેમણે નવા પ્રવાસન અને આકર્ષણ કેન્દ્રોની સાથે સાથે પ્રવાસન કાર્યના વિકાસને પ્રોત્સાહન આપતાં પ્રોજેક્ટ્સનું અનાવરણ કર્યું હતું, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને વધુ વૈશ્વિક પ્રતિષ્ઠા અપાવશે.તેમજ એકતાનગર ખાતે આવતા પ્રવાસીઓને વૈશ્વિક કક્ષાની સવલતો પ્રાપ્ત થશે.
વડાપ્રધાન શ્રીનું ગુજરાત સરકારના મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીમસિંહ તડવી, ભરૂચ ના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, છોટા ઉદેપુરના સાંસદ શ્રી જશુભાઈ રાઠવા, નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, ડીજીપી શ્રી વિકાસ સહાય, જિલ્લા કલેકટર શ્રી એસ. કે. મોદી, જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબે સહિતના ઉચ્ચ અધિકારી શ્રીઓએ ઉપસ્થિત રહ્યા હતા.