ધરમપુર: ગઈકાલ કાલી ચૌદસની સાંજે મોટીઢોલ ડુંગરી ગામે ગામની સ્મશાન ભૂમિમાં લોકોમાં રહેલ અંધશ્રદ્ધા દૂર કરવા માટે ખીચડી કઢીનું આયોજન ગામના ડેપ્યુટી સરપંચશ્રી વિલિયમ ભાઇ ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

Decision news ને મળેલી માહિતી મુજબ કાળી ચૌદસની સાંજે વિધિના નામે અમુક પાંખડીઓ ગરીબ લોકોને લૂંટવાનું કામ કરતા હોય છે ડરાવીને લોકો સાથે છેતરપિંડી કરી પોતાનું ઘર ભરતા હોય છે. અંધશ્રદ્ધામાંથી આપણા આદિવાસી સમાજના લોકો બહાર આવે એ હેતુથી રાત્રે સ્મશાનના જ લાકડાથી સ્મશાનમાં જ ખીચડી બનાવી સ્મશાનમાં જ રાત્રે 12 વાગ્યે ખાધી હતી.

આ પ્રસંગે પંચાયતના સભ્યશ્રી મગન પટેલ, માજી સભ્યશ્રી હરિ ભાઇ, ગામના આગેવાન સુરેશ પટેલ, હરેશ પટેલ, પિન્ટુ ભાઇ, હસમુખ પટેલ, અજય પટેલ, અનિલ પટેલ, પિન્ટુ ભાઇ રાજેશ ભાઇ પટેલ, હેમન્ત પટેલ, અંકિત પટેલ, મનીષ પટેલ હાજર રહ્યા હતા.