નેત્રંગ: આજરોજ નેત્રંગ તાલુકાના રાજાકુવા ગામની સીમમાં બકરા ચરાવવા ગયેલી આદિવાસી બાળકી પર અચાનક દીપડાએ હુમલામાં કરતાં તેનું ઘટના સ્થળ પર જ મોત થઇ ગયું હતું. બાળકીને નેત્રંગ આરોગ્ય કેન્દ્રમાં PM માટે ખસેડવામાં આવી હતી. જ્યાં ઝઘડીયાના ધારાસભ્ય અને આગેવાનોએ સંવેદના પ્રગટ કરી મુલાકાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે વાલીયા, નેત્રંગ સહિતના વિવિધ આદિવાસી વિસ્તારમાં ઘણાં કિસ્સાઓ સામે આવ્યા છે તેમાં પશુઓનું મારણ પણ કરાયુ છે. ત્યારે નેત્રંગ તાલુકાના રાજાકુવા ગામમાં માતા-પિતા મજૂરી કામે જતા હોય તેના દાદા-દાદી સાથે રહેતી અંદાજિત 12 વર્ષની આદિવાસી લીલા કોટવાડિયા નામની બાળકી સાંજના તેના ઘરની નજીક ગામની સીમમાં બકરા ચરાવવા માટે ગઈ હતી. તે બાળકી ઉપર એક દીપડાએ હુમલો કરતા બાળકીને ગંભીર ઈજાઓ થઇ અને તેનું મોત થયું હતું.
ઘટનાની જાણ થતાં નેત્રંગ પોલીસ, વનવિભાગના અધિકારી અને ઝઘડીયાના ધારાસભ્ય રિતેશ વસાવા સાથે આગેવાનો પણ સ્થળ પર દોડી આવ્યા હતા. બાળકીના મૃતદેહને નેત્રંગ આરોગ્ય કેન્દ્રમાં PM માટે ખસેડવામાં આવી હતી. હાલમાં Decision newsને સુત્રોના જણાવ્યા અનુસાર આ ઘટનાને લઈને વનવિભાગ સામે લોકો આક્રોશમાં જોવા મળી રહ્યા છે.