પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

ખેરગામ: તાલુકાની મહિલાને કામ પર રાખી પરપ્રાંતીય ઈસમે ત્રણ વર્ષ સુધી શોષણ કર્યા હોવાની ખેરગામ પોલીસ મથકે મહિલાએ ફરિયાદ કરી છે. ત્રણ વર્ષના શારીરિક શોષણ દરમિયાન મહિલાને ચાર વખત ગર્ભ રહી ગયો હતો દર વખતે દવાનો ઉપયોગ કરી ગર્ભ પાડી દેવામાં આવતો હતો મહિલાએ હાલે પણ દવા મારફતે ગર્ભપાત કર્યા હોવાનું જણાવ્યું અરજીમાં જણાવ્યું છે આરોપી સુભાષચંદ્રના મિત્રો મહિલાને મોબાઇલ ફોન પર ધાક ધમકી આપી મામલો પતાવી દેવા દબાણ કરી રહ્યા છે

Decision news ને મળેલી જાણકારી મુજબ ખેરગામ તાલુકાના એક ગામની મહિલાને કામ પર રાખી પરપ્રાંતીય ઈસમયે ત્રણ વર્ષ સુધી શારીરિક શોષણ કર્યા બાદ મહિલા થી પીછો છોડાવવા માટે મહિલા બ્લેકમેલ કરતી હોવાના આક્ષેપ લગાડી ચીખલી પોલીસ મથકે ફરિયાદ કરી મહિલા ને પોલીસ મથકે દોડતી કરી હતી ચીખલી પોલીસ મથકે ધક્કા ખાધા બાદ મહિલાએ ખેરગામ પોલીસ મથકે બળાત્કારના આરોપ લગાડી ફરિયાદ કરતા મામલો સપાટી પર આવ્યો છે બીજી બાજુ આરોપીના મિત્ર વર્તુળ ના લોકો પણ મહિલાને ફોન ક્રરી ધાકધમકી આપી મામલો પતાવી દેવા દબાણ કરી રહ્યા હોવાની બાબત મહિલા જણાવી રહી છે

ખેરગામના એક ગામની આદિવાસી સમાજની મહિલાને ચીખલી તાલુકામાં ટાઇલ્સ ફીટીંગ ના કામ કરતા સુભાષચંદ્ર નામક રાજસ્થાની યુવકે કામ પર બોલાવી મહિલાને ત્રણ વર્ષ સુધી ભોગવ્યા બાદ મહિલા હેરાન કરતી હોવાના આક્ષેપ સાથે ચીખલી પોલીસ મથકે ફરિયાદ કરી હતી ચીખલી પોલીસ મથકના ધનસુખભાઈ નામક જમાદારે મહિલાને પોલીસ મથકે બોલાવી સમગ્ર મામલે તપાસ કર્યા બાદ મામલો રફેદફે કરી દીધો હતો ચીખલી પોલીસ મથકના ધક્કા ખાધા બાદ મહિલાએ ખેરગામ પોલીસ મથકમાં સુભાષચંદ્ર અને તેને મદદ કરનાર વિરુદ્ધ ફરિયાદ કરી છે અરજી ફરિયાદ માં મહિલાએ જણાવ્યું છે કે સુભાષચંદ્ર મહિલાને ચીખલી તાલુકામાં તેણે રાખેલ રૂમમાં કપડા અને વાસણ ધોવા માટે લઇ જતો હતો ત્યાં મહિલાની મજબૂરી નો લાભ લઇ મહિલા સાથે જબજસ્તી કરતો હતો કામ પરથી છુટી ગયા બાદ સુભાષ ચંદ્ર મહિલાને ખેરગામ તાલુકા માં તેની ઘરે મૂકવા આવતો અને સાંજના સમય નો લાભ લઇ મહિલાનું શારીરિક શોષણ કરતો હોવાનું મહિલાએ અરજી માં જણાવ્યું છે બે સંતાનો અને બીમાર પતિ ના ભરણપોષણ કરતી આર્થિક તંગી સામે લડી રહેલ મહિલા મજબૂરીમાં શોષણનો ભોગ બની હોવાનું જણાવી સુભાષચંદ્ર સામે કાયદેસર કાર્યવાહી કરાવવા મક્કમ બની છે

સુભાષચંદ્રના શારીરિક શોષણ દરમિયાન ચાર વાર ગર્ભ રહી ગયો હોવાનું મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે દર વખતે દવાનો ઉપયોગ કરી ગર્ભપાત કર્યો હોવાનું પણ જણાવવા માં આવ્યું છે ખેરગામ પોલીસ મથકે ફરિયાદ કરી મહિલાએ ન્યાય ની માંગ કરી છે ત્યારે આ પ્રકરણમાં હવે ખેરગામ પોલીસ કેવા પગલાં ભરશે એ આવનારો સમય બતાવશે પોલીસને આપેલ અરજીમાં મહિલાએ મરવા સિવાય કોઈ રસ્તો ન હોવાનું જણાવી મજબૂરી દર્શાવી છે