ધરમપુર: આજરોજ આરોગ્ય મંત્રીશ્રી ગુજરાત રાજ્ય,અને સુપ્રીમટેડન્ટ શ્રી ધરમપુર ને ધરમપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા પટાવાળા,ડ્રાઇવર,એક્સરે ટેકનીશીયન અને ફાર્માસિસ્ટનો બે મહિનાથી બાકી પગાર તાત્કાલિક ચુકવવા બાબતે ધરમપુર તાલુકા આ.એ.પ્રમુખશ્રી યોગેશ ગરાસીયા અને સામાજિક આગેવાન વિજય ભાઇ અટારા સાથે નિરાકરણ બાબતે રજૂઆત કરવામાં આવી હતી.

કલ્પેશ પટેલે Decision news સાથે વાત કરતા જણાવ્યું કે ધરમપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા પટાવાળા અને ડ્રાઇવરોની મળેલ મૌખિક ફરિયાદના આધારે છેલ્લા બે માસથી જેડી અજમેરા નામની રાજકોટ ની એજન્સી દ્વારા પગાર ચૂકવવામાં આવ્યો નથી આમ પણ ગુજરાત રાજ્યમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ દ્વારા અલગ અલગ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપી કર્મચારીઓનું શોષણ થઇ રહ્યું છે હાલ દિવાળીના સમયે છેલ્લા બે માસથી પગાર આપવામાં ન આવ્યો હોય ત્યારે દરેક કર્મચારીઓના પરિવાર કે એમના બાળકો અનેક ચીજ વસ્તુઓ લેવા માટે જીદ કરતા હોય હું ઉચ્ચ હોદ્દા પર અને ધારાસભ્યશ્રીઓનો તેમજ તમામ અધિકારીઓના પગાર સમયસર થઈ જાય છે પરંતુ વર્ગ ત્રણ અને ચાર ના કર્મચારીઓનું કોન્ટ્રાક્ટ સિસ્ટમના નામે અનેક વિભાગોમાં શોષણ થઇ રહ્યું છે એમાંનું એક ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં ફરજ બજાવતા પટાવાળા, ડ્રાઇવરો, ફાર્મસીસ્ટ, એક્સરે ટેન્કનીસિયનનું પણ શોષણ થઇ રહ્યું છે જેથી આરોગ્ય કર્મચારીઓ પણ સારી રીતે દિવાળી અને નવું વર્ષ ઉજવી શકે જેથી એમનો પગાર તાત્કાલિક કરી દેવામાં આવે આ અગાઉ પણ લેખિતમાં જેડી અજમેરા નામની રાજકોટ ની એજન્સીના વિરોધમાં ફરિયાદ કરી હતી વારંવાર આવી રીતે કર્મચારીઓને હેરાનગતિ કરવાનું કેટલું યોગ્ય જો આવી એજન્સી કર્મચારીઓને પગાર ન ચૂકવી શકતી હોય તો એમને તાત્કાલિક બ્લેક લિસ્ટ કરી અન્ય કોઈ બીજી એજન્સીને કામગીરી સોંપવી જોઈએ જો તાત્કાલિકા સ્ટેટ હોસ્પિટલના કર્મચારીઓનો પગાર ચૂકવવામાં ન આવ્યો તો આગામી દિવાળીના દિવસે જ આ કર્મચારીઓ સાથે સ્ટેટ હોસ્પિટલની સામે ધરણા પર બેસીશું.

વધુમાં તેમણે કહ્યું કે હાલમાં સુપ્રીમટેડન્ટ દ્વારા ટેક્નિકલ ખામીના કારણે પગાર બાકી રહ્યો ની વાત કરી અને વહેલી તકે તમામ કર્મચારીઓનો પગાર થઇ જશે નું આશ્વાસન આપવામાં આવ્યું છે.