નાંદોદ: ગુજરાત વિદ્યાપીઠ દર વર્ષે ગ્રામ જીવન યાત્રા અને પદયાત્રાનું આયોજન કરે છે જેમાં ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સમગ્ર ગુજરાતના જુદા જુદા જિલ્લાના ગામોમાં પ્રત્યક્ષ રીતે ગામની મુલાકાત કરે છે, ગામ જીવન સમજે છે અને મહાત્મા ગાંધીનો સંદેશો લોકો સુધી પહોંચાડે છે. 2024 ગ્રામજીવન પદયાત્રાનું આયોજન સમગ્ર ગુજરાતના 18000 ગામોમાં વિદ્યાપીઠના સમગ્ર શિક્ષકો વિદ્યાર્થીઓ અને વહીવટી સેવકો સમગ્ર ગુજરાત વિદ્યાપીઠ પરિવાર તારીખ 21 થી 26 ઓક્ટોબર દરમિયાન ગ્રામજીવન પદયાત્રા હેઠળ જુદા જુદા ગામોમાં મુલાકાત લઈ રહ્યા છે.
આ સંદર્ભે ગ્રામ અર્થશાસ્ત્ર વિભાગ ના શિક્ષકો અને વિદ્યાર્થીઓ નર્મદા જિલ્લાના સમગ્ર પાંચ તલ તાલુકા અને ગામોમાં પદયાત્રા હેઠળ મુલાકાત લઈ રહ્યા છે. નાદોદ તાલુકામાં હાલમાં 13 વિદ્યાર્થીઓ અને એક અધ્યાપક જુદા જુદા ગામોની મુલાકાત લઈ રહ્યા છે જેમાં ગ્રામરેલી અને ગ્રામ પદયાત્રા નું આયોજન છે આ સંદર્ભે તારીખ 24 ઓક્ટોબર 2024 ના રોજ આ ટુકડી ભૂમાલિયા ગામની મુલાકાત કરી હતી જેમાં તેમણે ગામના જુદા જુદા કુટુંબોને મળી ખેડૂત કુટુંબો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે કે કેમ તેની તપાસ કરી અને તેની સાથે ખેડૂતોની સભા આયોજિત કરીને પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
ગડોદ ગામમાં છેલ્લા ત્રણ વર્ષથી કેટલાક ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તે સંદર્ભે ગામના ખેડૂત ઈશ્વરભાઈ અને દીપકભાઈ કે જેઓ આત્મા પ્રોજેક્ટ અંતર્ગત વિશેષ માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. વિદ્યાર્થીઓએ તેઓની તેઓના ખેતરોની મુલાકાત લીધી અને પ્રાકૃતિક ખેતી અંગે તેમના અનુભવો અંગે ની વિગતો મેળવી હતી આ સમગ્ર યાત્રામાં વિદ્યાર્થીઓ ઘણું બધું શીખ્યા અને સાથે પ્રાકૃતિક ખેતી અંગેનો જે સંદેશો છે તે ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.