ચીખલી: આજરોજ ચીખલી તાલુકાના માંડવખડક ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)માં માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને મુખ્ય જિલ્લા અધિકારી ડો. રાજેન્દ્ર રંગૂનવાલા સાહેબ, માનનીય અધિક જિલ્લા અધિકારી DR. મયંક સાહેબ, માનનીય RCHO DR. રાજેશ સાહેબ, માનનીય તાલુકા હેલ્થ ઓફિસર DR. અલ્પેશ સાહેબ વગેરેના માર્ગદર્શન હેઠળ ગામના થતા અન્ય ગામના સરપંચશ્રીઓ તથા સામજિક આગેવાનો ઉપસ્થિતિમાં 18 વર્ષથી નીચેના સગર્ભા બહેનોની MLC કરવા મુદ્દે ગુરુ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું

Decision News ને મળેલી જાણકારી મુજબ 18 વર્ષથી નીચેના ઉંમરવાળા સગર્ભા બહેનોની નોંધણી જેતે વિસ્તારના પ્રા.આ.કે.સા.આ.કે. અને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે થતા હોય છે,પરંતુ નિયમ અનુસાર 18 વર્ષથી નીચેના ઉંમરવાળા સગર્ભા બહેનોની નિદાન વખતે જે-તે ઉપરોક્ત આરોગ્ય કેન્દ્રોના તબીબી અધિકારીઓ દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરી MI.C કેસ નોંધવાનો હોય છે. પ્રસુતિ અને પ્રસુતિને લગતી સેવાઓ માટે આવતા 18 વર્ષથી ઓછી ઉમરના સર્ગભા બહેનોનાં MLC-કેસ ન નોંધાયેલ હોય તો પ્રસુતિ પછી બાળકને નગરપાલિકા પાસેથી જન્મનો દાખલો આપવામાં આવતો નથી. હવેથી ઉપરોક્ત સર્ગભા બહેનોને અત્રેની હોસ્પિટલ ખાતે મોકલવા પહેલા MLC કેસ અંગેની નકલ નોંધણી પત્ર) સાથે મોકલવાનું રહેશે. આ બાબતની જાણ દરેક ફેસીલીટી અને સબ સેન્ટર લેવલ સુધી પહોંચવાડવા અને અમલવારી કરવા જરૂરી કામગીરી કરવા જણાવવામાં આવ્યું હતું.

આ ગુરુ શિબિરમાં 18 વર્ષથી નીચેના ઉંમરવાળા મહિલાઓનો ગર્ભ રહેવાથી માતા મરણ થઇ શકે, આવનારા બાળકનો IQ લેવલ ખુબ જ ઓછો આવવાની સંભાવના, ગર્ભમાં જ બાળક મરણ પણ થઇ જવાનું શક્યતા, ગર્ભવસ્થા દરમિયાન પ્રેશરના પ્રશ્નો ઉભા થઇ શકે, કેટલીક વખત ગર્ભાશય ફાટી જવાની પણ ઘટના બની શકે, આવા કિસ્સામાં પોક્સો હેઠળ છોકરા પર કે તેના પરિવાર પર ગુનાની નોંધણી પણ થઇ શકે વગેરે વિષે આગેવાનોએ મહિલાઓને માહિતી આપી હતી

આ પ્રસંગે ગામના સરપંચશ્રી વલ્લભભાઈ ચૌધરી, દીપકભાઈ, રોહિતભાઈ ગામના અગ્રણી લોકોમાં રમણભાઈ નટુભાઈ પ્રવીણભાઈ, શંકરભાઈ, અર્જુનભાઈ માંડવખડક PHCની આશા બહેનો, સ્ટાફ નર્સો, મહિલા સુપરવાઈઝર દમયંતીબેન ભોયા, MPHW, CHO અને PHCના મુખ્ય તબીબ ડો. ચંદ્રકાંતભાઈ પટેલ અને ગામના વડીલો મહિલાઓ અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here