ધરમપુર: મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠના ધ્યેયોમાં ખેતી, ગામડું, ગાય, ગામપોષક વ્યવસાય અને પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિનો સમાવેશ થાય છે. આ ધ્યેયોની પરિપૂર્તિ માટે વિદ્યાપીઠના પૂર્વ કુલાધિપતિ નારાયણભાઈ દેસાઈ દ્વારા વર્ષ 2007થી ગાંધી ગ્રામજીવન પદયાત્રા શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને સેવકો દર વર્ષે પદયાત્રા યોજતા હોય છે.

ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ અને ગુજરાત રાજ્યના રાજ્યપાલ તેમજ પ્રાકૃતિક ખેતીના હિમાયતી આદરણીય આચાર્ય દેવવતજીના માર્ગદર્શન હેઠળ વિદ્યાપીઠના ધ્યેય અને ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને ગામડાનાં સર્વાંગીણ વિકાસ તરફનું લક્ષ રાખી, ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ. સેવકો ગામડાના પ્રશ્નો જાણે, શીખે, સમજે અને તેનાં દ્વારા તેમનું નવધડતર થાય તેવા ઉદ્દેશ્ય સાથે આ વર્ષે વિદ્યાપીઠે ત્રન દિવસ સમાજ સંપર્ક અને ત્રણ દિવસ પદયાત્રા એમ છ દિવસના કાર્યક્રમનું આયોજન કર્યું છે.

ગૂજરાત વિદ્યાપીઠના અધ્યાપકો, સેવકો અને વિદ્યાર્થીઓ મળી 1843 પદયાત્રીઓની 168 ટુકડી 21 થી 26 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના 18000 જેટલા ગામડાઓમાં ગામસંપર્ક અને પદયાત્રા કરશે. તેઓ ખેડૂતો અને ગ્રામજનોને આરોગા, સમૃદ્ધિ અને સંપદાના સંરક્ષણ માટે પ્રાકૃતિક ખેતી માટેનું મહાઅભિયાન ચલાવશે. જેના ભાગરૂપે વલસાડ જિલ્લાના વલસાડ, ધરમપુર, કપરાડા, પારડી, ઉમરગામ, વાપી આમ છ તાલુકામાં લોક સંપર્ક અને પદયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે.

આ પદયાત્રાનો પ્રારંભ ધરમપુર થી લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટી શ્રી નિલમભાઈ પટેલ, ધરમપુર લોકસભાના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ કરવ્યો હતો. આ ગ્રામજીવન પદયાત્રામાં ગૂજરાત વિદ્યાપીઠનાં ગાંધી દર્શન વિભાગના અધ્યાપક શ્રી, ડૉ. હરિભાઈ પટેલ, હેમંત ભાવસાર, કિંજલ સથવારાના પ્રત્યક્ષ માર્ગદર્શન સાથે પી.એચ.ડી નાં વિદ્યાર્થીઓની છ ટીમો વલસાડ જિલ્લાના 6 તાલુકામાં લોક સંપર્ક અને પદયાત્રા કરી રહ્યા છે.

મહત્વનું છે કે, રાજ્યના ૩૩ જિલ્લાઓના 251 તાલુકાના ગામડાઓમાં ફરીને પ્રાકૃતિક ખેતી, તેના ફાયદા, જીવનમાં અને જમીનના ઉપયોગ સંદર્ભે જાગૃતિ ફેલાવશે પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાય અને સૂક્ષ્મજીવાણુનું મહત્વ, ખેતીમાં મદદરૂપ ચક્રો, જમીન સ્વાસ્થ્ય, પ્રાકૃતિક ખેતીના મુખ્ય પાંચ આયામો જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વરાપ તથા સહજીવી પાક વ્યવસ્થા અને પાક સંરક્ષણના અસ્ત્રો જેવા કે ભ્રમાષ્ટ્ર , અગ્નિસ્ત્ર, નિમાસ્ત્ર, દશપરણી અર્ક, સુંઠાસ્ત્ર, ખાટી છાસ બનાવવાની રીત જણાવશે તથા ભીંતસૂમી, રેલી, ચર્ચા. પ્રદર્શન અને નિદર્શન થકી વર્તમાનમાં દુનિયા સ્વાસ્થ્ય અને ગ્લોબલ વોર્મિંગની ભયાનક અસરોથી કેટલું ઝઝુમી રહ્યું છે તેનાથી માહિતગાર કરશે.