ડાંગ: બે દિવસ પહેલા જ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકારી જાહેર કાર્યક્રમમાં વન વિભાગની પોલમપોલ ખુલી પાડી અધિકારીઓને આડે હાથ લીધા હતા ત્યારે હવે ડાંગમાંથી સુગરમાં કામ કરવા જતા આદિવાસી મજૂરોથી ભરેલી ટ્રક પાસે શરમ વગરના અધિકારીઓ ઉઘરાણું કરતા હોવાનું બહાર આવ્યું છે.

Decision news ને માલેલી માહિતી મુજબ ડાંગ જિલ્લામાંથી હાલમાં આદિવાસી લોકો સુગર કટિંગ ટ્રકમાં પોતાનો જીવન જરૂરિયાતનો સામાન લઇ નક્કી કરેલી જગ્યા પર માટે જઈ રહયા છે ત્યારે શરમ વગરના અને લુખ્ખા સરકારનું અને વન વિભાગનું નામ બદનામ કરતા અધિકારીઓ દ્વારા ટ્રકવાળા પરથી ઉઘરાણું કરી રહ્યા હોવાનું ટ્રક ચાલકો અને લોકો જણાવી રહ્યા છે.

ટ્રકવાળા અને મજૂરોનું કહેવું છે કે અધિકારીઓ જણાવે છે કે અમારે સરકારમાં રૂપિયા જમા કરવવાના હોય છે. અમારે અમારા ઉપરના વન અધિકારીઓ સુધી પોહચાડવાના હોય છે. એટલે ટ્રક દીઠ અમારે રૂપિયા લઈએ છીએ. શું ખરેખર આ ઉઘરાણું સરકાર અને વન વિભાગના મોટા અધિકારીઓ માટે થઇ રહ્યું છે. આજ સુધીમાં કેટલા રૂપિયાનું ઉઘરાણું કરવામાં આવ્યું છે વગેરે સવાલો તપાસના વિષય બન્યા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here