માંડવી: આપણા ગૃહમંત્રી મહિલાની સુરક્ષાને પ્રાધાન્ય આપવાની વાત ભલે કરતા હોય પણ દરોજ આદિવાસી સગીરોના શારીરિક- માનશીક શોષણ તેઓ અટકાવવામાં નિષ્ફળ રહ્યા છે ત્યારે ગતરોજ માંડવી ખાતે રાષ્ટ્રીય સેવા સંઘ સાથે જોડાયેલા અને માંડવી નગરના સંઘ અને પૂર્વ કાર્યકરની 14 વર્ષની આદિવાસી સગીરા પરથી અસ્લિલ ફોટો માગવાની તેમજ અસ્લીલ વાતો કરવાનો કિસ્સો સામે આવ્યો છે.
Decision news ને મળેલી માહિતી મુજબ ઘટના સુરત જિલ્લાના માંડવી ખાતેની છે. જ્યાં રાષ્ટ્રીય સેવા સંઘ સાથે જોડાયેલા રાષ્ટ્રીય આગેવાન એવા VHPના પૂર્વ ઉપપ્રમુખ 42 વર્ષીય પ્રિતેશ ઉર્ફે પપ્પુ શાહ જેવો પરિણીત અને એક પુત્રના પિતા છે. જેમણે 14 વર્ષની આદિવાસી સગીરાનો નંબર લઈ પહેલા સામાન્ય વાતો કરી ત્યારબાદ અશ્લીલ વાતો કરવા લાગ્યો અને પછી થોડા સમય બાદ પ્રિતેશ ઉર્ફે પપ્પુ શાહ દ્વારા બાળકી પર અશ્લીલ ફોટો માગવા દબાણ કરવા લાગ્યો હતો જેની જાણ સગીરાએ ઘરે કુટુંબીજનો જણાવતા તેઓએ તરત જ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.
માંડવી પોલીસ તરત જ એક્શન મોડમાં આવતા પોકસો એક્ટ હેઠળ આરોપીની ધરપકડ કરી રિમાન્ડ પર લીધો હતો લેવામાં આવ્યા હતા આ પ્રકારનો કિસ્સો અગાઉ પણ માંડવીમાં નોંધાય ચૂકયા છે ત્યારે આદિવાસી લોકો સરકાર સામે પ્રશ્નો ઊભા કરી રહ્યા છે.કે શું સરકાર આદિવાસીઓ માટે છે ખરી ?