ચીખલી: આજરોજ ચીખલી તાલુકામાં આવેલાં કાંગવઈ ગામમાં આયુર્વેદિક દવા બનાવતા રહેણાંક મકાન માં દરોડા આયુર્વેદિક દવા બનાવતા રહેણાંક મકાનમાં સારવાર કેન્દ્રના નામે દવા વિતરણ થઈ હોવાની બાતમી મળી જેના આધારે દરોડા પાડી ગાંધીનગરની ટીમ દ્વારા દવાનો જથ્થો સીઝ કરી જપ્ત કરવામાં આવ્યો છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ચીખલી  તાલુકાના કાંગવઈ ગામમાં આવેલ નવજીવન ડાયાબિટીસ નામથી સારવાર કેન્દ્રના નામે દવા આપતા ઇસમના રહેણાંક 2 મકાનમાં રેડ કરવામાં આવી હતી. આયુર્વેદિક દવા નો મોટો જથ્થો ડ્રગ્સ વિભાગ એ જપ્ત કર્યો છે. ગેરકાયદેસર રીતે દવા બનાવવાના રેકેટનો ખુલાસો થવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે.

આ દવાનો જથ્થો લેબમાં મોકલી રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ તેની કવોલિટી અને તે કયાં રોગમાં આપવામાં આવતી હતી તેનો ખુલાસો થશે. જો આ દવા શંકાસ્પદ જણાય તો કાયદેસરની કાર્યવાહી થશે. દિવાળી આવ્યા ડ્રગ્સ વિભાગ સક્રિય થયું છે.