ધરમપુર: ગતરોજ પ્રાંત અધિકારી શ્રી ધરમપુર ને નડગધરી-જાગીરી ગ્રુપ ગામ પંચાયતમાં 2021 માં જન્મ અને મરણની ઓફલાઈન નોંધણી થયેલ પરંતુ તલાટી કમ મંત્રી રાયસીંગ ઝીણાભાઈ પટેલ દ્વારા ઓનલાઇન નોંધણી કરેલ ન હોય જેનું નિરાકરણ કરવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી.
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે નડગધરી-જાગીરી ગામે જન્મની 31 નોંધણી અને મરણની 30 નોંધણી ગામના લોકો દ્વારા સમયસર કરેલ હોય પરંતુ તલાટી રાયસીંગભાઇ પટેલ દ્વારા ઓનલાઇન નોંધણી કરેલ ન હોવાને કારણે ગરીબ આદિવાસી લોકોએ જન્મ કે મરણનો દાખલો કઢાવડાવવા માટે આશરે 7000 થી વધુનો ખર્ચ થતો હોય છે. આદિવાસી પરિવારો માંડ મજૂરી કરીને જીવે છે ત્યારે આ આશરે 7000 થી વધારે રકમ ક્યાંથી લાવશે.
તલાટી કમ મંત્રીના ભૂલના કારણે આ ગરીબ પરિવારે ખર્ચ ભોગવવા પડે એમ હોય જે બાબતે ગતરોજ નડગધરી ગામના આગેવાન દિનેશભાઈ અને ગામના આગેવાનો સાથે નિરાકરણ બાબતે પ્રાંત અધિકારી ધરમપુરને યોગ્ય નિરાકરણ બાબતે રજુઆત કરાઈ હતી.